શોધખોળ કરો
Advertisement
દિલ્હીમાં AAP જીતશે તો આ કેજરીવાલના વિકાસવાદી એજન્ડાની જીત હશેઃ કોગ્રેસ
કોગ્રેસના આ નિવેદનને દિલ્હીમાં પાર્ટીની હાર સાથે જોડવામાં આવી રહ્યું છે.
નવી દિલ્હીઃ ભારતીય રાજનીતિમાં એવું ભાગ્યે જ બન્યું હશે જ્યારે ચૂંટણીમાં પોતાની હારની આશંકાઓ પર સંભવિત જીતનારી હરિફ પાર્ટીના વખાણ કર્યા હતા. લોકસભામાં કોગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, જો કેજરીવાલ જીતશે તો આ વિકાસવાદી એજન્ડાની જીત હશે. નોંધનીય છે કે મતદાન બાદ જાહેર થયેલા તમામ એક્ઝિટ પોલમાં દિલ્હીમાં કેજરીવાલ સરકારની વાપસીની વાત કરવામાં આવી છે. કોગ્રેસના આ નિવેદનને દિલ્હીમાં પાર્ટીની હાર સાથે જોડવામાં આવી રહ્યું છે.
પશ્વિમ બંગાળના બેહરામપુરથી કોગ્રેસના સાંસદે કહ્યું કે અમે અમારી પુરી તાકાસ સાથે ચૂંટણી લડ્યા. આ ચૂંટણીમાં ભાજપે તમામ સાંપ્રદાયિક એજન્ડાને સામે લાવ્યા છીએ અને કેજરીવાલજીના વિકાસ એજન્ડાને સામે રાખ્યો છે. જો કેજરીવાલ જીતે છે તો આ વિકાસના એજન્ડાની જીત હશે. બીજી તરફ પાર્ટીના દિલ્હી ચૂંટણી પ્રભારી પીસી ચાકોએ કહ્યું કે, વાસ્તવિક પરિણામ અલગ હશે અને પાર્ટી છેલ્લી વખત કરતા સારુ પ્રદર્શન કરશે.AR Chowdhury, Congress on #DelhiElections2020: We fought this election with all our strength. In this election, BJP put forth all the communal agendas,& Arvind Kejriwal Ji put forth developmental agendas. If Kejriwal wins, then it will be a victory of the developmental agendas. pic.twitter.com/DbwuodH9uf
— ANI (@ANI) February 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement