શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Ola, Uber કે બીજી કોઈ પણ કંપનીની કાર ભાડે મંગાવતો હો તો આ સમાચાર જાણવા છે જરૂરી, જાણો વિગત
એગ્રીગેટરને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું રાજય સરકારોએ પાલન કરવાનું રહેશે.
નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે શુક્રવારે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈંસ ૨૦૨૦-જાહેર કરી છે. આ ગાઈડલાઈન અંતર્ગત એગ્રીગેટર્સને રાજય સરકાર પાસે લાઈસન્સ લેવાનું રહેશે. સાથે જ રાજય સરકાર ભાડા પણ નક્કી કરશે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ ૧૯૮૮ના મોટર વ્હીકલ એકટ, ૨૦૧૯ને સંશોધિત કરવામાં આવ્યુ છે.
તેમનો લક્ષ્યાંક શેયર્ડ મોબિલીટીને રેગ્યુલેટ કરવાની સાથે ટ્રાફિક અને પ્રદૂષણને ઓછુ કરવાનું છે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ 1988ની મોટર વ્હીકલ એક્ટ 2019ને સંશોધિત કરવામાં આવી છે.
નોન-પિક અવર્સ દરમિયાન Ola, Uber બેઝ ભાડા કરતાં પચાસ ટકા રાહત આપી શકે છે. જે રાજ્યોમાં સિટિ ટેક્સ ફેર નક્કી ન થયાં હોય ત્યાં 25થી 30 રૂપિયા બેઝ ફેર તરીકે ગણવામાં આવશે. જો કેાઇ ટેક્સી ડ્રાઇવર અથવા ગ્રાહક નક્કી કર્યા પછી રાઇડ કેન્સલ કરે તો ચોક્કસ ભાડાના દસ ટકા પેનલ્ટી લાગશે. પરંતુ આ પેનલ્ટી 100 રૂપિયાથી વધુ નહીં હોઇ શકે.
Ola, Uber દ્વારા ગ્રાહકને અપાતી સેવામાં કોઇ ગરબડ થશે, નક્કી થયા કરતાં ડ્રાઇવર અલગ રીતે કામ કરશે કે પછી નક્કી થયા કરતાં ડ્રાઇવર ગ્રાહક પાસેથી વધુ પૈસા વસૂલ કરશે તો એના ડ્રાઇવિંગ લાયસન્સને સસ્પેન્ડ કરાશે. આ રીતે ત્રણવાર લાયસન્સ સસ્પેન્ડ થાય તો એની ટેક્સી સેવા રદ કરવામાં આવશે એમ કેન્દ્રના માર્ગ વાહન વ્યવહાર વિભાગે જણાવ્યું હતું.
એગ્રીગેટરને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું રાજય સરકારોએ પાલન કરવાનું રહેશે. લાઈસન્સની જરૂરિયાતને ધ્યાને રાખીને ખાસ વ્યવ્સથા કરવાની રહેશે. એકટના સેકશન ૯૩ અનુસાર દંડની જોગવાઈ પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ગેજેટ
Advertisement
gujarati.abplive.com
Opinion