કોને બનાવવા જોઇએ દિલ્હીના મુખ્યમંત્રી ? IIT વાળા બાબાએ આ મહિલા નેતાનું લીધુ નામ
Delhi Assembly Election 2025: વાયરલ આઈઆઈટી બાબાએ કહ્યું કે નારી શક્તિ દિલ્હીના મુખ્યમંત્રી બને તો સારું રહેશે

Delhi Assembly Election 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણીના ઉત્સાહ વચ્ચે મહાકુંભમાં વાયરલ થયેલા IIT બાબાએ એક નિવેદન આપ્યું છે. બાબાએ કહ્યું કે તેમની ઇચ્છા છે કે નુપુર શર્માને દિલ્હીના મુખ્યમંત્રી બનાવવામાં આવે. એટલું જ નહીં IIT બાબાએ નુપુર શર્માની ખૂબ પ્રશંસા પણ કરી.
વાયરલ આઈઆઈટી બાબાએ કહ્યું કે નારી શક્તિ દિલ્હીના મુખ્યમંત્રી બને તો સારું રહેશે. તેમણે નુપુર શર્માના વખાણ કર્યા. બાબાએ કહ્યું કે નુપુર એક સત્યવાદી સ્ત્રી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ પણ ધર્મ સાથે છે. ભલે નૂપુર શર્માને પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ ભાજપમાંથી હાંકી કાઢવામાં આવી હતી, છતાં વાયરલ બાબાએ તેમને દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદગી ગણાવી છે.
લાઇવ ચેટમાં બોલ્યા બાબા
આઈઆઈટી બાબાએ એમ પણ કહ્યું કે તેઓએ (ભાજપ) પહેલા કિરણ બેદીનો પ્રયાસ કર્યો હતો પરંતુ નુપુર શર્મા કિરણ બેદી કરતા વધુ સારી છે. કારણ કે નુપુર ધર્મ સાથે છે. જોકે, એબીપી ન્યૂઝ આ વીડિયો ક્યારેનો છે તેની પુષ્ટિ કરતું નથી. બાબાએ આ બધી વાતો તેમના લાઈવ ચેટમાં કહી.
दिल्ली में चुनावों के बीच IIT बाबा अभय सिंह ने बताया किसे बनना चाहिए मुख्यमंत्री?#Delhi #DelhiElections #IITBaba #DelhiNews #DelhiElections2025 #India #ABPNews pic.twitter.com/kU3okLWdUZ
— ABP News (@ABPNews) January 20, 2025
એન્જિનીયરની નોકરી છોડીને બન્યા સંન્યાસી
સંગમ શહેરમાં ચાલી રહેલા મહાકુંભ વચ્ચે એન્જિનિયર અભય સિંહ સોશિયલ મીડિયા પર 'IITian બાબા' તરીકે ખૂબ પ્રખ્યાત થઈ ગયા છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) મુંબઈમાંથી અભ્યાસ કર્યા પછી, તેમણે 'એરોસ્પેસ એન્જિનિયરિંગ'માં કામ કર્યું અને નોકરી છોડી દીધા પછી, તેઓ સંન્યાસી બન્યા.
આ પણ વાંચો
Mahakumbh 2025: નાગા સાધુને દરેક સ્થિતિમાં કરવું પડે છે આ 5 નિયમોનું પાલન, ત્યારે મળે છે ગુરુની કૃપા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
