શોધખોળ કરો

30 સેકન્ડમાં 'દૂધનું દૂધ અને પાણીનું પાણી' થઈ જશે, IIT મદ્રાસે દૂધની શુદ્ધતા માપવા માટે બનાવ્યું અનોખું ઉપકરણ

IIT મદ્રાસ દ્વારા તૈયાર કરેલ આ ઉપકરણ ડિટર્જન્ટ પાવડર, સાબુ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, યુરિયા, સ્ટાર્ચ, મીઠું અને કોઈપણ પ્રવાહીમાં ઓગળેલા સોડિયમ-હાઈડ્રોજન-કાર્બોનેટ જેવા ભેળસેળયુક્ત તત્વો શોધી શકે છે.

Milk Purity Test Device: આપણે બધા દૂધમાં આવતી ભેળસેળથી પરેશાન છીએ. આ ભેળસેળ દૂધના ગુણોનો નાશ કરે છે, પરંતુ સાથે સાથે તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ખતરનાક છે. ગંભીર સમસ્યા એ છે કે ભેળસેળ શોધવી સરળ નથી. જો કે હવે આઈઆઈટી મદ્રાસના સંશોધકોએ આ કામ સરળ કરી દીધું છે. હવે ઉપકરણની મદદથી તમે ઘરે બેઠા જ દૂધમાં ભેળસેળ શોધી શકશો. ખરેખર, IIT મદ્રાસે એક પોર્ટેબલ 3D પેપર-આધારિત ઉપકરણ બનાવ્યું છે જે દૂધમાં ભેળસેળ શોધી શકે છે. આ ઉપકરણ માત્ર 30 સેકન્ડમાં ભેળસેળની પોલ ખોલી શકે છે. ખાસ વાત એ છે કે હવે ભેળસેળના ટેસ્ટિંગ માટે કોઈ લેબમાં જવાની જરૂર નથી. આ ડિવાઈસની મદદથી ઘરે બેસીને માત્ર એક મિલીલીટર દૂધમાંથી ભેળસેળ શોધી શકાય છે.

ઉપકરણ કયા પ્રકારની ભેળસેળ શોધે છે?

IIT મદ્રાસ દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ઉપકરણ ડિટર્જન્ટ પાવડર, સાબુ, હાઇડ્રોજન પેરોક્સાઇડ, યુરિયા, સ્ટાર્ચ, મીઠું અને કોઈપણ પ્રવાહીમાં ઓગળેલા સોડિયમ-હાઈડ્રોજન-કાર્બોનેટ જેવા ભેળસેળયુક્ત તત્વો શોધી શકે છે. આ ઉપકરણ IIT મદ્રાસના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ઉપકરણ કેવી રીતે કાર્ય કરે છે?

આ 3D પેપર-આધારિત માઇક્રોફ્લુઇડિક ઉપકરણ ઉપર અને નીચેનું કવર ધરાવે છે. સેન્ડવીચ સ્ટ્રક્ચર ઉપકરણના મધ્ય સ્તરમાં ઉમેરવામાં આવે છે. ઉપકરણની આ 3D ડિઝાઇન એક સમાન ગતિએ કોઈપણ પ્રવાહીને પરિવહન કરવા સક્ષમ છે. તેના કાગળ પર રીએજન્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને સૂકવવા માટે રાખવામાં આવે છે. સૂકાયા પછી પેપરને ઉપકરણ પર લાગુ કરવામાં આવે છે અને બે બાજુવાળા ટેપથી સીલ કરવામાં આવે છે.

આ પ્રવાહીમાં ભેળસેળ પણ શોધી કાઢવામાં આવશે

IIT મદ્રાસ દ્વારા વિકસિત નવું 3D પેપર-આધારિત પોર્ટેબલ ઉપકરણ દૂધમાં ભેળસેળને ઝડપથી અને સચોટ રીતે શોધી શકે છે, પરંતુ તે અન્ય પ્રવાહીમાં પણ ભેળસેળ શોધી શકે છે. ઉપકરણનો ઉપયોગ અન્ય પ્રવાહી જેમ કે તાજા રસ અને મિલ્કશેકના પરીક્ષણ માટે પણ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચોઃ

મંદીનો માર! એક બાજુ છટણી થઈ રહી છે તો હવે આ સેક્ટરમાં નવી ભરતી જ 40% ઘટી જશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો

PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું

IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો

INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ચરબી મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : તમારી હેસિયત શું છે?Hun To Bolish : હું તો બોલીશ : કેમ વેચો છો બાપ-દાદાની જમીન?India vs Australia Semi-Final: કાંગારુઓને કચડી ટીમ ઇન્ડિયા પહોંચી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
IND vs AUS: 2023 હારનો બદલો લીધો, ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં, કોહલી હીરો બન્યો
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
PM Modi in Vantara: PM મોદીએ વનતારા વાઇલ્ડલાઇફનું કર્યું ઉદ્ધાટન, સિંહના બચ્ચાઓને ખવડાવ્યું
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
IND vs AUS: સેમીફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, આ રહ્યા ટીમ ઈન્ડિયાની જીતના 3 મોટા હીરો
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
INDvsAUS: ભારત 5મી વખત ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં, સેમી ફાઈનલમાં બન્યા અનેક રેકોર્ડ, એકલા કોહલીએ 5 રેકોર્ડ તોડ્યા 
IND vs AUS: વિરાટ કોહલીએ રન ચેઝ કરતાં બનાવ્યા 8 હજાર રન, આવું કરનાર વિશ્વનો બીજો બેટ્સમેન બન્યો

IND vs AUS: હાર્દિક પંડ્યાની સિક્સ પર ખુશીથી ઝૂમી ઉઠી 'ગર્લફ્રેન્ડ' જૈસ્મિન, વીડિયોએ સંબંધો પર લગાવી મોહર

ઉત્તર ભારતમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના, જાણો લેટેસ્ટ આગાહી 

IPL 2025 માટે BCCI એ લાગુ કર્યા નવા નિયમ, ખેલાડીઓને નહીં મળે આ વાતની મંજૂરી  

Embed widget