Cyclone Mocha: તબાહી મચાવશે મોચા વાવાઝોડુ, કઇ તારીખે ક્યાં કરશે એટેક, જાણો
આઈએમડીજી મહાપાત્રા કે, આગામી 6 મેની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી વાવાઝોડુ ડેવલપ થવાની શક્યતા વ્યક્ત કરી છે
![Cyclone Mocha: તબાહી મચાવશે મોચા વાવાઝોડુ, કઇ તારીખે ક્યાં કરશે એટેક, જાણો IMD Forecast For Cyclonic Storm Over Bay of Bengal: cyclone mocha cyclonic disturbance expected over southeast bay of bengal Cyclone Mocha: તબાહી મચાવશે મોચા વાવાઝોડુ, કઇ તારીખે ક્યાં કરશે એટેક, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/04/f83b8a951082119cdc2c136b35047d2f168318086501877_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IMD Forecast For Cyclonic Storm Over Bay of Bengal: ભારતમાં વધુ એક તબાહી એન્ટ્રી મારી રહી છે, બંગાળની ખાડી પરથી વાવાઝોડુ મોચા તબાહી લઇને આવી રહ્યું છે. એક તરફ જ્યાં ઓડિશા સરકારે બંગાળની ખાડીમાં સંભવિત ચક્રવાતી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને નજીકના જિલ્લા કલેક્ટરોને અને 11 વિભાગોને કેમ્પલ કૉર્પોરેટ મૉડમા એલર્ટ રહેવાનું કહી દીધુ છે. આ વાવાઝોડાને લઇને હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના મહાનિદેશક (DG) મૃત્યુંજય મહાપાત્રાએ બુધવાર (3 મે) મોટી સૂચના આપી છે અને કહ્યું છે કે, સંખ્યાત્મક મૉડેલ 9 મેનું વાવાઝોડું મોચા (Mocha) બનવાના સંકેત આપી રહ્યા છે.
વાવાઝોડાને પર શું બોલ્યા ડીજી આઇએમડી
આઈએમડીજી મહાપાત્રા કે, આગામી 6 મેની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર એક ચક્રવાતી વાવાઝોડુ ડેવલપ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આની અસર 7 મેની આસપાસ મોટાભાગના વિસ્તારોમાં જુદાજુદા દબાણ અંતર્ગત થશે. આ વાવાઝોડુ 8 મે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી ઉપર એક પ્રેશર કેન્દ્રિત કરી શકે છે. આ પછી બંગાળી ખાડીના મધ્ય ભાગમાં લગભગ ઉત્તર તરફ આગળ વધીને 9 મે ચક્રવાતી વાવાઝોડુ તીવ્ર બનવાની સંભાવના છે.
આ સાયક્લૉન સ્પીડ અને તીવ્રતા 7 મેએ ઓછા દબાણનું વિસ્તાર બન્યા બાદ જ દર્શાવવામાં આવી શકે છે. આ પછી આના વિશે શટીક જાણકારી આપવામાં આવી શકે છે. ડીજી મહાપાત્રાએ કહ્યું કે તેમને ગરમીના સાયક્લૉન એટલે વાવાઝોડાના માર્ગની ભવિષ્યવાણી કરવી બહુજ મુશ્કેલ છે. તેમને આગળ કહ્યું કે, આ માટે હવામાન વિભાગ સિસ્ટમ પર સતત નજર રાખી રહ્યું છે.
ઓડિશા માટે શું છે હવામાનનું પૂર્વાનુમાન
આઈએમડી ડીજી મહાપાત્રાએ કહ્યું, - “અત્યાર સુધી ભારતના દરિયાકિનારે લેન્ડફૉલ એટલે કે વાવાઝોડાના જમીન ઉપરથી પસાર થવાના કોઇ પૂર્વાનૂમાન નથી. તેમને આગળ કહ્યું કે, ઓડિશા તટ માટે કોઇ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યુ. ઓડિશા પર સિસ્ટમ (સાયક્લૉન સિસ્ટમ) સંભવિત અસરો વિશે કોઇ પૂર્વાનુમાન નથી.
બંગાળની ખાડી ઉપર વાવાઝોડા વિક્ષોભના પ્રભાવને અપેક્ષિત હવામાનની વાત કરવામાં આવે તો, 7 તારીખે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ અને આસપાસના વિસ્તારોમાં 40-50 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફૂંકાવવાની સંભાવના છે. દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની આસપાસ નજીકમાં પવની ગતિ-ધીમે ધીમે વધીને 50-60 કિમી પ્રતિ કલાકથી વધીને 70 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની સંભાવના છે.
માછીમારો માટે છે ચેતાવણી -
હવામાન વિભાગે માછીમારો, નાના જહાજ, નાની નાવડીઓ અને ટ્રૉલરોને 7 મેથી બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વ અને આસપાસના વિસ્તારોમાં ના જવાની સલાહ આપી છે. દરિયો ખેડવાવાળા લોકોને ચેતવવામાં આવ્યા છે કે, તેઓ 7 મે પહેલા સુરક્ષિત જગ્યાઓ પર પાછા આવી જાય. આઈએમડી ડીજી મહાપાત્રાએ લોકોને કહ્યું છે કે, શું સંભવિત વાવાઝોડાથી કોઇ ડરે નહીં, પરંતુ દરેક સ્થિતિનો કરવા માટે તૈયાર રહે. તેમને આગળ કહ્યું- "આઈએમડી દરેક ડેવલપમેન્ટ દરરોજ આના વિશે અપડેટ આપશે. વાવાઝોડુ મે મહિનામાં સૌથી વધુ આવે છે અને ઓડિશામાં આ પહેલા પણ પ્રકૃતિના પ્રકોપનો સામનો કરી ચૂક્યુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)