ધોરાજીમાં પાલિકાની ચૂંટણીના પ્રચાર માટે સરકારી વાહનનો કરાયો ઉપયોગ, વીડિયો વાયરલ
ધોરાજી પાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના નેતાઓએ ગોંડલ પાલિકાના વાહનોનો ઉપયોગ કર્યો હતો

ધોરાજી પાલિકાની ચૂંટણીમાં પ્રચાર માટે ભાજપના નેતાઓએ ગોંડલ પાલિકાના વાહનોનો ઉપયોગ કર્યો હતો. ભાજપના નેતાઓએ પક્ષના પ્રચાર માટે સરકારી વાહનોનો ઉપયોગ કરી નિયમોના ધજાગરા ઉડાડ્યા હતા. જનતાના ટેક્સના પૈસે ભાજપના નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. સવાલ એ થાય છે કે ગોંડલ પાલિકાના ચીફ ઓફિસર કેમ તમાશો જુવે છે?
ગોંડલ ભાજપના શાસકોએ સરકારી વાહને ચૂંટણી પ્રચાર કર્યો હતો જેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાલિકાના વાહનના ડ્રાઈવર અને પ્રમુખે વીડિયો બનાવનારને ઉડાઉ જવાબ આપ્યો હતો. વીડિયો બનાવનાર યુવકને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવા ધમકી આપ્યાનો આરોપ છે.
ગોંડલ નગરપાલિકાના પ્રમુખ,શહેર ભાજપ પ્રમુખ સહિતના લોકો સરકારી ગાડી લઈને પ્રચાર માટે ધોરાજી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરોનો ચૂંટણી પ્રચારનો વીડિયો એક જાગૃત નાગરિકે બનાવી વાયરલ કર્યો હતો. ગોંડલ મ્યુનિસિપલ પ્રેસિડેન્ટ નામ લખેલા પાલિકાના વાહનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો. ગોડલ ભાજપના સતાધારી પ્રમુખ સહિતના હોદેદારોએ ચૂંટણીમાં સરકારી વાહનનો ઉપયોગ કર્યો હતો. નગરપાલિકાના વાહનના ડ્રાઇવર તેમજ પ્રમુખ દ્વારા વીડિયો બનાવનારને ઉડાઉ જવાબ આપ્યો હતો. પાલિકા પ્રમુખ સાથે આવેલા ભાજપના લોકોએ કહ્યું કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી દો.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે ભાજપની લાલ આંખ
ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 34 કાર્યકર્તાઓને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા છે. પાંચ નગરપાલિકા સહિત બે તાલુકા પંચાયતના કાર્યકરોને સસ્પેન્ડ કરાયા છે. મહુધા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિધિબેન પટેલ તથા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન મહેશ પટેલને સસ્પેન્ડ કરાયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લાના મહુધામાં રાજકીય ભૂકંપ આવ્યો છે. ખેડા શહેર યુવા મોરચા પ્રમુખ ભુપેન્દ્ર ગોહિલ સહિત અન્ય બે કાર્યકરોને ભાજપ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે. પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ દ્વારા પક્ષ વિરોધી કામ કરનારા કાર્યકરો સામે લાલ આંખ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Kutch BJP Politics:પક્ષ વિરોધની પ્રવૃત્તિ કરતા ભાજપે બે આગેવાનોને કર્યા સસ્પેન્ડ, જુઓ પોલિટિકલ ન્યૂઝ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
