શોધખોળ કરો

Weather Update: ગરમીની વચ્ચે આ જગ્યાઓ પર વરસાદ પડવાની આગાહી, જાણો ક્યાં-ક્યાં વાતાવરણ પલટાશે

હવામાન વિભાગ અનુસાર, શનિવારે (11 માર્ચે) પણ કેટલાય રાજ્યોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.

IMD Weather Update Today: માર્ચનો અડધો મહિનો હજુ પુરો પણ નથી થયો અને કેટલાય રાજ્યોમાં ગરમીથી લોકો ત્રાસી ગયા છે, તાપમાનનો પારો સતત ઉંચી જઇ રહ્યો છે, જોકે, આ બધાની વચ્ચે હવે એક ખાસ આગાહી આઇએમડી દ્વારા કરવામાં આવી છે, હવામાન વિભાગ અનુસાર, દેશના કેટલાક ભાગોમાં ગરમીની સિઝનમાં પણ વરસાદ પડી શકે છે. 

હવામાન વિભાગ અનુસાર, શનિવારે (11 માર્ચે) પણ કેટલાય રાજ્યોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગરમી વચ્ચે લોકો વરસાદનો અનુભવ કરી શકે છે.  

હવામાન વિભાગ અનુસાર, 13 થી 18 માર્ચ સુધી મધ્ય અને દક્ષિણ ભારતમાં વાવાઝોડા અને કરા વરસાદની સાથે વરસાદ થવાનુ અનુમાન છે. આઇએમડીનુ અનુમાન છે કે, આ રાજ્યોમાં 'હીટ વેવ'નુ સ્તર ઓછુ થશે, વળી, ઉત્તર ભારતમાં વરસાદનુ પૂર્વાનુમાન નથી. દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં સામાન્ય તાપમાન રહેશે. 

Unseasonal Rain : ગુજરાતમાં માવઠાએ લીધો 4 લોકોનો ભોગ, જાણો વિગત

Gujarat Weather Update: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગઇકાલે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે 4 લોકોના મોત નીપજ્યા છે. જેમાં વીજળી પડતાં 2 ખેડૂતોના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક મહિલાનું વૃક્ષ ધરાશાયી થતાં અને એક મહિલાનું વીજથાંભલો પડતા મોત નીપજ્યું છે.

રાજકોટના ત્રંબામાં વીજળી પડતાં ખેડૂતનું મોત

રાજકોટ જિલ્લામાં હોળીના પર્વ પર સતત બીજે દિવસે કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે રાજકોટમાં વીજળી પડવાના કારણે ખેડૂતનું મોત થયું છે. ત્રંબા ગામ ખાતે ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમના પર વીજળી પડી હતી. વીજળી પડતા ખેડૂતનું મોત નીપજ્યું હતું.

સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં  વીજળી પડતાં એક ખેડૂતનું મોત થયું છે. કીલવનીના વાઘોડિયા પાડામાં ખેતરમાં કામ કરતા લક્ષી ભાઈ ખરપડિયાનું વીજળી પડવાથી મોત થયું છે. પરિવાર સાથે ખેતરમાં કામ કરતા હતા ત્યારે પડેલી વીજળી તેમના માટે જીવલેણ સાબિત થઈ હતી.

હિંમતનગરમાં વીજપોલ પડતાં મહિલાનું મોત

સાબરકાંઠના હિમતનગરમાં વીજ પોલ ધરાશાયી થતા મહિલાનું મોત થયું હતું. રોડ સાઈડમાં પાલિકા દ્વારા લગાવેલો વીજ પોલ વાવાઝોડાના કારણે ધરાશાયી થતા મહિલા પર પડ્યો હતો. જેમાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

જંબુસરમાં ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાય થતા વધુ મહિલા સહીત 6 મહિનાની બાળકીનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. જંબુસર નગરના પીશાચેશ્વર મહાદેવ નગર પાસે ના રહેણાંક વિસ્તારમાં ઘટના બની હતી. ઘટનામા મહિલા સુમનબેન વાઘેલા તેમજ આશરે 6માસની દિવ્યા વાઘેલાનું  સારવાર દરમિયાન મોત થયું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget