શોધખોળ કરો
Advertisement
CAA પર ભારતને ઘેરવા માટે ઇમરાન ખાને ટ્વીટ કરી આ પોસ્ટ, તેની સાથે ગાંગુલીને શું છે સંબંધ, જાણો વિગતે
ખુશવંત સિંહનું પુસ્તક ‘The End Of India’નો જે ભાગ ઇમરાન ખાને ટ્વીટ કર્યો છે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટ વિરૂદ્ધ પાકિસ્તાન સતત નિવેદનબાજી કરી રહ્યું છે. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ગુરુવારે સવારે ફરી એક વખત આ મામલે ભાર પર નિશાન સાધ્યું છે. ટ્વિટર પર લેખક ખુશવંત સિંહના પુસ્તકનો એક ભાગ શેર કરી ઇમરાને ભારતના નાગરિકતા સંશોધન કાયદા પર સવાલ ઉઠાવ્યા છે. ઇમરાન ખાને એ જ ભાગ ટ્વીટ કર્યું છે, જે બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ગુરુવારે સવારે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, “ખુશવંત સિંહે પહેલા જ આ વાત કહી હતી કે ભારત કેવી રીતે આગળ ચાલીને વંશીય ભેદભાવ કરી શકે છે.” જણાવીએ કે આ પહેલા પણ ઇમરાન ખાન અને પાકિસ્તાનનું વિદેશ મંત્રાલય ભારતના નાગરિકતા સંશોધન કાયદા વિરૂદ્ધ નિવેદનબાજી કરી ચૂક્યા છે.
ખુશવંત સિંહનું પુસ્તક ‘The End Of India’નો જે ભાગ ઇમરાન ખાને ટ્વીટ કર્યો છે, એ જ ભાગ ભારતીય ક્રિકેટ ટીના પૂર્વ કેપ્ટન, બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દીકરી સના ગાંગુલીએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો, જેના કારણે વિવાદ પણ થયો હતો. સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને સ્પષ્ટતા કરતા લખ્યું હતું કે, ‘મહેરબાની, સનાને આ વિવાદથી દૂર રાખો. આ પોસ્ટ યોગ્ય નથી. રાજનીતિ વિશે જાણવા માટે તે હજુ ઘણી નાની છે.’સના દ્વારા શેર કરવામાં આવેલ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે.Prophetic words of Khushwant Singh who foresaw where India was headed with its racial supremacist ideology pic.twitter.com/jdhQP0LRRx
— Imran Khan (@ImranKhanPTI) December 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રાઇમ
ગુજરાત
Advertisement