‘સોનિયા ગાંધી બદલતા હતા મનમોહનસિંહના નિર્ણય’, UPA સરકાર પર આર.કે સિંહનો મોટો ખુલાસો
RK Singh Exclusive Interview: કેન્દ્રિય ઉર્જામંત્રી અને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારમાં કેન્દ્રીય ગૃહ સચિવ રહી ચૂકેલા આર.કે સિંહે ઘણા મોટા ખુલાસા કર્યા છે
RK Singh Exclusive Interview: કેન્દ્રિય ઉર્જામંત્રી અને કોંગ્રેસની આગેવાની હેઠળની UPA સરકારમાં કેન્દ્રીય ગૃહ સચિવ રહી ચૂકેલા આર.કે સિંહે ઘણા મોટા ખુલાસા કર્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના નિર્ણયો બદલતા હતા.
बतौर प्रधानमंत्री मनमोहन सिंह और नरेंद्र मोदी में क्या अंतर है?
— ABP News (@ABPNews) April 9, 2024
'नाश्ते पर नेताजी' में देखिए केंद्रीय ऊर्जा मंत्री आरके सिंह @RajKSinghIndia से EXCLUSIVE बातचीत@manogyaloiwal के साथhttps://t.co/smwhXURgtc#RKSingh #ManmohanSingh #NarendraModi #PrimeMinister… pic.twitter.com/8Q925w2f4P
એબીપી ન્યૂઝના સ્પેશિયલ શો 'નાશ્તે પર નેતાજી'માં આરકે સિંહને પૂછવામાં આવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને મનમોહન સિંહના કામમાં કેટલો તફાવત છે? આના જવાબમાં તેમણે કહ્યું હતું કે હું એક ઉદાહરણ આપું છું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમારા સમયમાં શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન હું ગૃહ મંત્રાલયમાં સંયુક્ત સચિવ હતો.
તેમણે દાવો કર્યો હતો કે “ડિઝાસ્ટર મેનેજમેન્ટને લઇને અમને ડ્રાફ્ટ બનાવ્યો હતો. આમાં અમે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બનાવી હતી. નક્કી કર્યું હતું કે તેના વડા વડાપ્રધાન હશે. તેના સભ્યો કેન્દ્રીય મંત્રીઓ હશે. સોનિયા ગાંધીએ આ દરમિયાન પત્ર લખ્યો હતો કે આવું ન થવું જોઈએ. તેના સભ્યો વડાપ્રધાન દ્વારા નોમિનેટ થયેલા વ્યક્તિઓ હોવા જોઈએ. જ્યારે તત્કાલિન ગૃહમંત્રી શિવરાજ પાટીલે મને આ પત્ર બતાવ્યો ત્યારે મેં કહ્યું કે આ યોગ્ય નથી. મારી દલીલ પર શિવરાજ પાટીલ સહમત થયા હતા પરંતુ 20 થી 25 દિવસ પછી તત્કાલિન પીએમ મનમોહન સિંહ તરફથી માત્ર સોનિયા ગાંધીવાળો એક પત્ર આવ્યો અને પત્ર પર માત્ર મનમોહન સિંહના હસ્તાક્ષર હતા.
આરકે સિંહે શું કહ્યું?
આરકે સિંહે કહ્યું હતું કે મનમોહન સિંહ સારા વ્યક્તિ છે, પરંતુ તે સ્વતંત્ર નિર્ણયો લઇ શકતા હતા તેવું નહોતું. બીજી તરફ પીએમ મોદી વિઝન જોવે છે. તેમણે કહ્યું હતું કે આ વખતે હું આરાથી જીત મેળવીશ. મેં લોકો માટે ઘણું કામ કર્યું છે. તેથી જ હું આટલા વિશ્વાસ સાથે કહી રહ્યો છું.