શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રમાં હવે લાયયંસ વિના કે દારૂ પીને ડ્રાઈવિંગ કરતાં પકડાયા તો કેટલો દંડ થશે એ જાણીને લાગી જશે આઘાત
જો વાહન ચાલક સગીરવયનો હોય અને આવા ગુના કરતાં ઝડપાશે તો વાહન જેના નામે હશે તેણે અથવા ગાર્ડિયનને સુરવાર ગણવામાં આવશે અને ૨૫,૦૦૦ રૃપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે.
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારક ટૂંકમાં સેન્ટ્રલ મોટર વેહિકલ એમેન્ડમેન્ટ એકટ, ૨૦૧૯ અનુસાર વિવિધ ટ્રાફિક ગુનાઓ માટે દંડની રકમમાં ભારે ભરખમ વધારો કરવા જઈ રહી છે. આ જાણકારી પરિવહન મંત્રી અનિલ બરબે આપી છે.
હવે જુદા જુદા ટ્રાફિકના ગુના માટે એક હજારથી માંડી દસ હજાર રૂપિયાનો સુધીનો દંડ ચૂકવવો પડશે. જ્યારે લાઈસન્સ વગર વાહન હાંકવુ અથવા દારુ પીને વાહન હાંકવા પર જેલની સજા પણ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીટ બેલ્ટ અથવા હલ્મેટ ન પહેરનારને એક હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.
સૂચિત દંડ વધારા બાબતે પ્રધાને જણાવ્યું હતું કે અમે કેન્દ્ર સરકાર સાથે આ બાબતે ચર્ચાઓ કરી લીધી છે અને ટુંક સમયમાં હું દિલ્હી જઇને સામાન્ય માણસને જેના કારણે તકલીફ પડે તેમ છે તેવા દંડ બાબતે ચર્ચા કરીશું.
સૂત્રોએ જણાવ્યું હતું કે પરિવહન પ્રધાન દિલ્હીથી પરત આવે તે પછી નવા દંડનો અમલ કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે.
સુધારવામાં આવેલા કાયદા અનુસાર હવે દારૂ પીને વાહન હાંકવા પર 6 મહિનાની કેદની સજા અથવા 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આ ગુનો વારંવાર કરવામાં આવશે તો બે વર્ષની કેદની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની જોગવાઈ નવા કાયદામાં હશે.
જો વાહન ચાલક સગીરવયનો હોય અને આવા ગુના કરતાં ઝડપાશે તો વાહન જેના નામે હશે તેણે અથવા ગાર્ડિયનને સુરવાર ગણવામાં આવશે અને ૨૫,૦૦૦ રૃપિયાનો દંડ અને ત્રણ વર્ષ સુધીની કેદની સજા કરવામાં આવશે. વાહનના નોંધણી નંબરને રદ કરવામાં આવશે અને સગીરવયના ગુનેગાર સામે જુવેનાઇલ જસ્ટિસ એકટ હેઠળ કામ ચલાવવામાં આવશે.
પૂરઝડપે વાહન હાંકનારા હળવા વાહનોના ચાલકને ૨૦૦૦ રૃપિયા અને માલવાહક વાહનના ચાલકને બેથી ચાર હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. જે આ ગુનો ફરી કરવામાં આવશે તો લાઇસન્સ પણ જપ્ત કરવામાં આવશે. જે લોકો લાઇસન્સ વિના વાહન હાંકતા જણાશે તેમને છ મહિનાની જેલ અને દસ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion