શોધખોળ કરો

Independence Day 2023: આઝાદીથી લઇને અત્યાર સુધીમાં કેટલી વખત બદલાયો રાષ્ટ્રધ્વજ, જાણો તિરંગાનો ઇતિહાસ?

Independence Day 2023: 15 ઓગસ્ટ, 2023ના રોજ દેશની આઝાદીને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

Independence Day 2023: 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારતને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી. ત્યારથી દર વર્ષે આપણે 15મી ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. આપણા રાષ્ટ્રીય ધ્વજનો ઈતિહાસ ખૂબ જ ગૌરવપૂર્ણ રહ્યો છે. આ તિરંગા માટે અનેક વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. આવી સ્થિતિમાં અમે તમને રાષ્ટ્રધ્વજના અસ્તિત્વમાં આવવાનો ઇતિહાસ જણાવી રહ્યા છીએ. 1906 થી રાષ્ટ્રીય ધ્વજનું સ્વરૂપ ઘણી વખત બદલાયું છે.

15 ઓગસ્ટ, 2023ના રોજ દેશની આઝાદીને 76 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ વર્ષે ભારત 'નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટ' થીમ હેઠળ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યું છે.

પ્રથમ રાષ્ટ્રધ્વજ-1906

7 ઓગસ્ટ 1906ના રોજ કલકત્તાના પારસી બાગાન ચોક (ગ્રીન પાર્ક) ખાતે પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. જે હવે કોલકાતા કહેવાય છે. આ ધ્વજ લાલ, પીળા અને લીલા રંગની આડી પટ્ટાઓમાંથી બનાવવામાં આવ્યો હતો. ટોચ પર લીલો, મધ્યમાં પીળો અને નીચે લાલ હતો. આ સાથે તેમાં કમળના ફૂલ અને ચંદ્ર-સૂર્ય પણ બનાવવામાં આવ્યા હતા.

બીજો રાષ્ટ્રધ્વજ-1907

ભારતનો પ્રથમ બિનસત્તાવાર ધ્વજ લાંબો સમય ટકી શક્યો નહીં અને બીજા જ વર્ષે ભારતને નવો રાષ્ટ્રધ્વજ મળ્યો. પેરિસમાં મેડમ કામા અને તેમની સાથે 1907માં દેશનિકાલ કરાયેલા કેટલાક ક્રાંતિકારીઓએ બીજો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. જોકે, ઘણા લોકોનું કહેવું છે કે આ ઘટના 1905માં બની હતી. તે પણ પ્રથમ ધ્વજ જેવો જ હતું. આ રાષ્ટ્રધ્વજમાં ચંદ્ર તારા વગેરે પણ  હતા. તેમજ તેમાં ત્રણ રંગ કેસરી, લીલો અને પીળો પણ સામેલ છે. બાદમાં એક કોન્ફરન્સ દરમિયાન તેને બર્લિનમાં પણ લહેરાવવામાં આવ્યો હતો.

ત્રીજો રાષ્ટ્રધ્વજ-1917

ત્રીજો ધ્વજ 1917માં આવ્યો હતો. તેને ડો. એની બેસન્ટ અને લોકમાન્ય તિલકે લહેરાવ્યો હતો. આ ધ્વજમાં એક પછી એક પાંચ લાલ અને 4 લીલા આડા પટ્ટાઓ અને તેના પર સપ્તઋષિના અભિમુખતામાં સાત તારા બનાવવામાં આવ્યા હતા. ઉપરની ડાબી બાજુએ (સ્તંભ તરફ) યુનિયન જેક હતો. એક ખૂણામાં સફેદ અર્ધચંદ્રાકાર અને તારો પણ હતો.

ચોથો રાષ્ટ્રધ્વજ-1921

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધિવેશન દરમિયાન ચોથો તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો. આ કાર્યક્રમ વર્ષ 1921માં બેઝવાડા (હાલના વિજયવાડા)માં કરવામાં આવ્યો હતો. તે બે રંગો (લાલ અને લીલો) થી બનેલો હતો.  આ ધ્વજ બે મુખ્ય સમુદાયો એટલે કે હિન્દુ અને મુસ્લિમનું પ્રતિનિધિત્વ કરે છે.

પાંચમો રાષ્ટ્રધ્વજ-1931

ભારતનો ચોથો રાષ્ટ્રધ્વજ 1921 માં બનાવવામાં આવ્યો હતો, જે 10 વર્ષ સુધી અસ્તિત્વમાં રહ્યો. 1931માં ભારતને ફરી એકવાર નવો રાષ્ટ્રધ્વજ મળ્યો. ચોથા રાષ્ટ્રધ્વજની જેમ પાંચમા રાષ્ટ્રધ્વજમાં પણ ચરખાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું. આ વખતે રંગો બદલાયા. ચરખાની સાથે સાથે કેસરી, સફેદ અને લીલા રંગનો સંગમ હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) એ આ ધ્વજને ઔપચારિક રીતે અપનાવ્યો.

પહેલા તિરંગો અલગ હતો?

આપણા રાષ્ટ્રધ્વજને તેના વર્તમાન સ્વરૂપ સુધી પહોંચવા માટે ઘણા તબક્કાઓમાંથી પસાર થવું પડ્યું હતું. એક સ્વરૂપ રાજકીય વિકાસ દર્શાવે છે. આપણા રાષ્ટ્રધ્વજના વિકાસમાં કેટલાક ઐતિહાસિક સીમાચિહ્નો પણ આવ્યા.

ધ્વજ બનાવવામાં 5 વર્ષ લાગ્યા હતા

વર્તમાન તિરંગાને આંધ્ર પ્રદેશના પિંગલી વેકૈયાએ ડિઝાઇન કર્યો હતો. સૈન્યમાં કામ કરી ચૂકેલા પિંગલી વેકૈયાને મહાત્મા ગાંધીએ આ જવાબદારી સોંપી હતી. બ્રિટિશ ઈન્ડિયન આર્મીમાં કામ કરતા પિંગલી વેકૈયા દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને મળ્યા હતા. આ દરમિયાન વેકૈયાએ અલગ રાષ્ટ્રધ્વજ હોવાની વાત કરી હતી, જે ગાંધીજીને ખૂબ ગમ્યું હતું. આ ધ્વજને બનાવવામાં પાંચ વર્ષ લાગ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Weather Alert: ગુજરાત પર ફરી માવઠાનું સંકટ! પરેશ ગોસ્વામીની આગાહી, આ તારીખે સાચવજો
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
Mangal Shukra Yuti 2026: મકરસંક્રાંતિ પછી મંગળ અને શુક્ર નજીક આવશે, આ 3 રાશિઓના ખુલી જશે નસીબ!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ઈરાનના હિંસક પ્રદર્શનને લઈ મોટો ખુલાસો, સરકારે 2000 થી વધુ મોતનો પ્રથમ વખત કર્યો સ્વીકાર!
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
ડ્રગ્સ સામે જંગ: ગુજરાત પોલીસે જાહેર કર્યો WhatsApp નંબર, બાતમી આપનારનું નામ રહેશે ગુપ્ત
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પાકિસ્તાન નકશામાંથી ગાયબ થઈ જાત! સેના બોર્ડર પાર કરવા તૈયાર હતી, ઓપરેશન સિંદૂર પર આર્મી ચીફનો મોટો ધડાકો
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
પતંગરસિયાઓ માટે ખુશખબર: 14 જાન્યુઆરી ઉત્તરાયણે પવનની ગતિ કેવી રહેશે? જાણો અંબાલાલ પટેલની આગાહી
Embed widget