શોધખોળ કરો

Independence Day 2023 : 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં PM મોદીને મદદ કરશે બે મહિલા સૈન્ય અધિકારીઓ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ?

Independence Day Celebration: મંત્રાલયે કહ્યું કે 'ગાર્ડ ઓફ ઓનર' પછી વડાપ્રધાન લાલ કિલ્લા તરફ આગળ વધશે

Independence Day Celebration: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના સમારોહનુ સમાપન થશે અને દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા નવા ઉત્સાહ સાથે 'અમૃત કાળ'માં પ્રવેશ કરશે. 12 માર્ચ 2021 ના ​​રોજ વડાપ્રધાન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, ઈન્ડિયા ગેટ, વિજય ચોક, નવી દિલ્હી રેલવે સ્ટેશન, પ્રગતિ મેદાન, રાજઘાટ, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, દિલ્હી ગેટ મેટ્રો સ્ટેશન, આઈટીઓ મેટ્રો ગેટ, નૌબત ખાના અને શીશ ગંજ ગુરુદ્વારા સહિત 12 સ્થળોએ સરકારની વિવિધ યોજનાઓને સમર્પિત ‘સેલ્ફી પોઈન્ટ’ બનાવવામાં આવ્યા છે

ઓનલાઈન સેલ્ફી હરીફાઈ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉજવણીના ભાગ રૂપે સંરક્ષણ મંત્રાલય દ્વારા MyGov પોર્ટલ પર 15 થી 20 ઓગસ્ટ દરમિયાન ઑનલાઇન સેલ્ફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તમામ સત્તાવાર આમંત્રણો 'આમંત્રણ પોર્ટલ' દ્વારા ઓનલાઈન મોકલવામાં આવ્યા છે. આ પોર્ટલ દ્વારા 17,000 ઈ-આમંત્રણ કાર્ડ જાહેર કરવામાં આવ્યા છે.

મંત્રાલયે કહ્યું હતું કે લાલ કિલ્લા પર પહોંચવા પર વડાપ્રધાનનું રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રક્ષા રાજ્ય મંત્રી અજય ભટ્ટ અને રક્ષા સચિવ ગિરધર અરામને સ્વાગત કરશે. આ પછી જનરલ ઓફિસર કમાન્ડિંગ (GOC), દિલ્હી એરિયા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ વડાપ્રધાનને સલામી સ્થળ પર લઈ જશે. ત્યાં સંયુક્ત ઇન્ટર-સર્વિસ અને દિલ્હી પોલીસ ગાર્ડ વડાપ્રધાનને સલામી આપશે.

ત્રણેય સેના પ્રમુખ હાજર રહેશે

વડાપ્રધાનની 'ગાર્ડ ઑફ ઓનર' ટુકડીમાં આર્મી, એરફોર્સ અને દિલ્હી પોલીસના એક-એક અધિકારી અને 25 કર્મચારીઓ, નૌકાદળના એક અધિકારી અને 24 જવાનો સામેલ હશે. ભારતીય સેના આ વર્ષ માટે સંકલન સેવાની ભૂમિકામાં છે. 'ગાર્ડ ઓફ ઓનર'ની કમાન મેજર વિકાસ સાંગવાનના હાથમાં રહેશે.

મંત્રાલયે કહ્યું કે 'ગાર્ડ ઓફ ઓનર' પછી વડાપ્રધાન લાલ કિલ્લા તરફ આગળ વધશે, જ્યાં સંરક્ષણ પ્રધાન, સંરક્ષણ રાજ્ય પ્રધાન, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, નેવી ચીફ એડમિરલ આર હરિ કુમાર અને એર ચીફ માર્શલ વી આર ચૌધરી તેમનું સ્વાગત કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી ક્ષેત્રના GOC રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે વડાપ્રધાનને મંચ પર લઈ જશે.

ધ્વજ ફરકાવ્યા બાદ તિરંગાને 'રાષ્ટ્રીય સલામી' આપવામાં આવશે. આર્મી બેન્ડ, જેમાં એક JCO અને 20 અન્ય સૈન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે, રાષ્ટ્રધ્વજ લહેરાવતી વખતે અને 'રાષ્ટ્રીય સલામી'દરમિયાન રાષ્ટ્રગીત વગાડવામાં આવશે. બેન્ડનું સંચાલન નાયબ સુબેદાર જતિન્દર સિંહ કરશે.

રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં બે મહિલા અધિકારીઓ મદદ કરશે

મંત્રાલયે કહ્યું કે મેજર નિકિતા નાયર અને મેજર જાસ્મીન કૌર રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં વડાપ્રધાનની મદદ કરશે. વિશિષ્ટ ​​8711 ફિલ્ડ બેટરી (ઔપચારિક) ના બહાદુર ગનર્સ દ્વારા 21 તોપની સલામી સાથે ઇવેન્ટનું સંકલન કરવામાં આવશે. લેફ્ટનન્ટ કર્નલ વિકાસ કુમાર સેરેમોનિયલ બેટરીની કમાન સંભાળશે અને નાયબ સુબેદાર (AIG) અનૂપ સિંહ ગન પોઝિશન ઓફિસર હશે. વડા પ્રધાન દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવતાની સાથે જ ભારતીય વાયુસેનાના બે એડવાન્સ લાઇફ હેલિકોપ્ટર માર્ક-3 ધ્રુવ કાર્યક્રમ સ્થળ પર ફૂલોની વર્ષા કરશે. આ પછી વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધિત કરશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કરDwarka News : દેવભૂમિ દ્વારકાના ઓખામાં દુર્ઘટના, જેટી પર ક્રેન તૂટતા 3 કામદારના મોતJamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાંPassenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'
Embed widget