India-UK Free Trade Agreement: ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર, જાણો શું થશે ફાયદા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ લંડનમાં બ્રિટિશ પીએમ કીર સ્ટારમરને મળ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટનના બે દિવસના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ લંડનમાં બ્રિટિશ પીએમ કીર સ્ટારમરને મળ્યા હતા. જ્યાં દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન, બંનેએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કર્યા. જેનો ઉદ્દેશ્ય ભારત-યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે.
India and the UK sign the Free Trade Agreement pic.twitter.com/2fwGiiQYcR
— ANI (@ANI) July 24, 2025
ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ના સંદર્ભમાં તેમની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પીએમ મોદી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાને મળશે. આ દરમિયાન પીએમ મોદી અને સ્ટારમર દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરશે.
#WATCH | PM Narendra Modi meets Prime Minister of the UK, Keir Starmer, in London
— ANI (@ANI) July 24, 2025
(Video source: ANI/DD)#PMModiInUK pic.twitter.com/RjAAGxmzen
બ્રિટિશ વડા પ્રધાન સ્ટારમરે જણાવ્યું હતું કે તેઓ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે જે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે તે નોકરીઓ અને આર્થિક વિકાસ માટે એક મોટી જીત છે. આ કરાર હેઠળ ટેરિફમાં ઘટાડો થવાથી કપડાં, શૂઝ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવ સસ્તા થશે.
આ કરારથી દ્વિપક્ષીય વેપાર વાર્ષિક આશરે 34 અબજ યુએસ ડોલર સુધી વધશે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે આ ઐતિહાસિક કરારને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. પીટીઆઈના સમાચાર અનુસાર, આ FTA જેને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર નીકળ્યા પછી સૌથી મહત્વપૂર્ણ આર્થિક દ્વિપક્ષીય વેપાર કરાર તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. તેના પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરની હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનના બે દિવસના પ્રવાસે છે. તેમણે લંડનમાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળ્યા હતા.
6 મેના રોજ બંને દેશો વચ્ચે સહમિત બની હતી
6 મેના રોજ આ કરાર પર ભારત અને બ્રિટન વચ્ચે એક સહમતિ બની હતી. તેનો ઉદ્દેશ્ય 2030 સુધીમાં વેપારને $120 બિલિયન સુધી વધારવાનો છે. આ ઉપરાંત, તેમાં ભારતીય નિકાસ પર 99% કર રાહત અને બ્રિટિશ ઉત્પાદનો પર 90% ડ્યુટી ઘટાડો પણ શામેલ છે.
અહેવાલ અનુસાર, બંને વડા પ્રધાનો "યુકે-ઇન્ડિયા વિઝન 2035" પણ લોન્ચ કરશે, જેનો ઉદ્દેશ્ય ઝડપથી બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં તેમની ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. બ્રિટને કહ્યું કે ભારતીય ગ્રાહકોને સોફ્ટ ડ્રિંક્સ, કોસ્મેટિક્સ, કાર અને તબીબી ઉપકરણો જેવા શ્રેષ્ઠ બ્રિટિશ ઉત્પાદનોની વધુ સારી ઍક્સેસ મળશે, કારણ કે આ કરારના અમલીકરણ પછી સરેરાશ આયાત ડ્યુટી 15 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવશે.





















