India Corona Cases, 14 June 2021: દેશમાં 72 દિવસ પછી નોંધાયા સૌથી ઓછા કેસ, વધુ 3921નાં મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,19,501 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3921 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યા સાતમા દિવસે એક લાખથી ઓછી નોંધાઈ છે. છેલ્લા 24 કલાકમાં 70421 નવા કેસ નોંધાયા છે, જે 72 દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 3900થી વધુ લોકોના મોત થયા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70,421 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,19,501 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 3921 લોકોના મોત થયા છે.
- કુલ કેસઃ બે કરોડ 95 લાખ 10 હજાર 410
- કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 81 લાખ 62 હજાર 947
- એક્ટિવ કેસઃ 9 લાખ 73 હજાર 158
- કુલ મૃત્યુઆંકઃ 3,74,305
દેશમાં 72 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 32માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 48 લાખથી વધુ કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 39 કરોડ 96 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 14 લાખ 92 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
કર્ણાટકની 18 ગામ ગ્રામ પંચાયતમાં લોકડાઉન
સંક્રમણ પર રોક લગાવવા દક્ષિણ કન્નડના કેટલાક ગામડામાં સંપૂર્ણ લોકડાઉન લગાવાયું છે. દક્ષિણ કન્નડના ડેપ્યુટી કમિશ્નર ડો. રાજેન્દ્ર કે વીએ 18 ગ્રામ પંચાયતોમાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ 21 જૂન સુધી લાગુ રહેશે. હાલ દેશમાં એક્ટિસની બાબતે કર્ણાટક મોખરે છે, કર્ણાટકમાં હાલ 1,80,856 એક્ટિવ કેસ છે. જ્યારે 25,51,365 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. કર્ણાટકમાં અત્યાર સુધીમાં 32,913 લોકોના કોરોનાથી મોત થયા છે.
India reports 70,421 new #COVID19 cases (lowest in last 72 days), 1,19,501 patient discharges & 3921 deaths in last 24 hrs, as per Health Ministry
— ANI (@ANI) June 14, 2021
Total cases: 2,95,10,410
Total discharges: 2,81,62,947
Death toll: 3,74,305
Active cases: 9,73,158
Vaccination: 25,48,49,301 pic.twitter.com/e9hlLVsYPU
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.25 ટકા છે. જ્યારે રિકવરી રેટ 95 ટકાથી વધારે છે. એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4 ટકાથી ઓછી છે. કોરોનાના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં ત્રીજા સ્થાને છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા મામલે ભારત બીજા સ્થાને છે. વિશ્વમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારતમાં સૌથી વધારે મોત થયા છે.