India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ આંકડો
India Covid-19 Update: દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં સતત પાંચમા દિવસે 13 હજારથી વધુ કેસ નોંધાયા છે.
India Corona Cases Today: : દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો થયો છે. જુલાઈ મહિનામાં સતત પાંચમા દિવસે 13 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 13,086 નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 12,456 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.134લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.90 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,14,475 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,242 થયો છે. અત્યાર સુધીમાં 4,28,91,933 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,09,87,178 થયો છે, જેમાંથી ગઈકાલે 11,44,805 ડોઝ આપવામાં આવ્યા હતા.
- 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
- 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
- 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જો કે છેલ્લા ત્રણ દિવસથી વધી રહેલા કોરોના વાયરસના કેસોમાં 3 જુલાઈએ ઘટાડો થયો હતો, તો 4 જુલાઈએ બીજા દિવસે પણ નવા કેસોમાં ઘટાડો થયો હતો. રાજ્યમાં 30 જૂને 547 નવા કેસ, 1 જુલાઈએ 632 કેસ, 2 જુલાઈએ 580 નવા કેસ, 3 જુલાઈએ 456 નોંધાયા હતા. જયારે 4 જુલાઈએ રાજ્યમાં કોરોના વાયરસના નવા 419 કેસ નોંધાયા હતા.
આ પણ વાંચોઃ
Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા
CNG Price Hike: સીએનજીના ભાવમાં ફરી થયો વધારો, જાણો ડીઝલ અને સીએનજી વચ્ચે માત્ર કેટલો રહ્યો તફાવત
આધાર કાર્ડને કારણે યુવતીનું ફરી પરિવાર સાથે થયું મિલન, પીએમ મોદીને જણાવી સમગ્ર વાત