Gujarat Rain: રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, જાણો છેલ્લા 24 કલાકના આંકડા
Gujarat Monsoon: ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લાઓના 156 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
Gujarat Monsoon: ગુજરાતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 30 જિલ્લાઓના 156 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સીઝનનો કુલ 16.44 ટકા વરસાદ નોંધાયો છે. 42 તાલુકમાં 1 થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ ના પારડી તાલુકા મા 5.5 ઈંચ વરસાદ
સુરત ના પલસાણા તથા વલસાડ ના વાપી તાલુકામાં 4.5 ઈંચ વરસાદ
સુરતના ચોર્યાસી તાલુકામા 4 ઈંચથી વધુ વરસાદ
અમરેલીના ખાંભા તાલુકામાં 3.5 ઈંચ વરસાદ
રાજ્યના 83 જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર
રાજ્યના 83 જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર છે જ્યારે 10 જળાશયો ખાલીખમ છે. ગુજરાતના 207 જળાશયોમાં ચોથી જુલાઇની સ્થિતિએ માત્ર 37.15 ટકા જળસ્તર છે. બીજી તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ જળસ્તર 43.29 ટકા છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 12.42 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 30.57 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 42.27 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.21 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 24.41 ટકા જળસ્તર છે. રાજ્યના જળાશયોમાંથી ભાવનગરનો બાઘડ એકમાત્ર તેની ક્ષમતાના 100 ટકા ભરાયો છે. આ સિવાય 203 જળાશયોમાં જળસ્તર 70 ટકાથી પણ ઓછું છે.
રાજકોટમાં જન્માષ્ટમીના મેળાની તડામાર તૈયારીઓ
રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઇ મોટા સમાચાર આવ્યા છે. બે વર્ષ બાદ યોજનારા લોકમેળાને લઇ લોકોમાં અત્યારથી ઉમંગ જોવા મળી રહ્યો છે. સ્ટોલની સંખ્યા અને ભાડામાં કોઈ વધારો ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રમકડાં અને અન્ય સ્ટોલ ના ફોર્મનું વિતરણ આવતા સપ્તાહથી શરૂ થશે. રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ ના નેતૃત્વ માં લોકમેળાને લઇ અત્યાર થી બેઠકનો દોર શરૂ થયો છે. રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં ખ્યાતનામ છે અને આખું સૌરાષ્ટ્ર આ લોકમેળામાં રાજકોટમાં ઉમટે છે. આ લોકમેળામાં રમકડાંના 220, આઈસ્ક્રીમના 45, ચકરડી-રાઈડસના 57 જેટલા સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.