India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા નોંધાયા કેસ ? માત્ર કેરળમાં જ 23,260 કેસ
Coronavirus Today: શનિવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 35,662 નવા કેસ નોંધાયા છે અને 33,798 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
India Coronavirus Update: દેશમાં કોરોનાના કેસ ફરીથા વધ્યા છે. શનિવારે સવારે સ્વાથ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ 35,662 નવા કેસ નોંધાયા છે અને 33,798 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 281 લોકોના મોત થયા છે. માત્ર કેરળમાં જ છેલ્લા 24 કલાકમાં 23,260 કેસ નોંધાયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 34 લાખ 17 હજાર 390
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 26 લાખ 32 હજાર 222
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 40 હજાર 639
- કુલ મોતઃ 4 લાખ 44 હજાર 529
કેટલા લોકોને અપાઈ રસી
વડાપ્રાૃધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે આજે કોરોના વેક્સિનેશનનો નવો વિક્રમ રચાયો હતો. એક જ દિવસમાં 2.50 કરોડથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા,. છેલ્લા એક મહિનાાૃથી ઓછા સમયગાળામા ચોાૃથી વખત એક જ દિવસમાં એક કરોડાૃથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રાૃધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે આજે અપાયેલા એક કરોડ ડોઝની ઝડપ અત્યાર સુાૃધીની સૌાૃથી વાૃધારે હતી. આ અગાઉ ૬ સપ્ટેમ્બર, ૩૧ ઓગસ્ટ અને ૨૭ ઓગસ્ટના રોજ એક કરોડાૃથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતાં. દેશમાં કુલ રસીકરણનો આંકડો 80 કરોડને વટાવી ગયો છે. ૧૬ જાન્યુઆરીાૃથી દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૃઆત કરવામાં આવી હતી.
India reports 35,662 new #COVID19 cases and 33,798 recoveries in the last 24 hours, as per Union Health Ministry
— ANI (@ANI) September 18, 2021
Active cases: 3,40,639
Total recoveries: 3,26,32,222
India administered the highest-ever single day vaccinations with 2.5 crore doses given in the last 24 hours pic.twitter.com/RUKbREQYH9
એક અહેવાલ પ્રમાણે વેક્સિનેશન અભિયાન અને દેશનું રાજકારણ સીધી રીતે જોડાયેલું છે. એવું કહેવાય છે કે, જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાવાની છે ત્યાં 100 ટકા વેક્સિનેશન માટે જોર આપવામાં આવી રહ્યું છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને ગોવાનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં કેન્દ્ર ઝડપથી સંપૂર્ણ વસ્તીને કોરોના વેક્સિન આપવા માગે છે. તેનું કારણ ખૂબ જ સરળ છે- કોરોનાનો અંત નથી આવ્યો પરંતુ લોકશાહીના સૌથી મોટા પર્વ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન પડકાર બની શકે છે.
કેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા
આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 54,60,55,796 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 16,10,829 સેમ્પલ ટેસ્ટ કરાયા છે.