(Source: ECI/ABP News/ABP Majha)
India Corona Cases: દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા ? એક્ટિવ કેસમાં થઈ રહ્યો છે સતત વધારો
India Corona Update: રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કોરોના કેસ આવ્યા અને 328 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે
India Coronavirus Update: ભારતમાં કોરોનાની સ્થિતિ વણસી રહી હોય તેમ લાગે છે. દેશમાં ફરીથી કોરોના કેસ વધવા લાગ્યા છે. છેલ્લા થોડા દિવસોથી રોજના 40 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 42,766 નવા કોરોના કેસ આવ્યા અને 328 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 38,399 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 4367 એક્ટિવ કેસ વધ્યા છે. રિકવરી રેટ 97.42 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આજે નોંધાયેલા કુલ કેસ પૈકી 29,682 કેસ માત્ર કેરળમાં જ નોંધાયા છે. આ ઉપરાંત કેરળમાં જ 142 લોકોના કોરોનાથી મોત થયા છે. જેના પરથી કેરળની સ્થિતિનો અંદાજ આવી શકે છે.દેશમાં નોંધાયેલા કુલ કેસના 68 ટકાથી વધુ માત્ર કેરળમાં જ નોંધાયા છે.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 29 લાખ 88 હજાર 673
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 21 લાખ 38 હજાર 92
- કુલ એક્ટિવ કેસઃ 4 લાખ 10 હજાર 48
- કુલ મોતઃ 4 લાખ 40 હજાર 533
COVID19 | Of 42,766 new cases reported in India in the last 24 hours, Kerala recorded 29,682 COVID positive cases yesterday. The state also reported 142 deaths yesterday.
— ANI (@ANI) September 5, 2021
ગુજરાતમાં કોરોનાનું કેવું છે ચિત્ર
ગુજરાતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જોકે, એક પણ વ્યક્તિનું નિધન થયું નથી. બીજી તરફ 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, કચ્છ, રાજકોટમાં 2-2, સુરત અને વડોદરામાં 1-1-1 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. આજે 16 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, રાજ્યમાં અત્યાર સુધીમાં 18 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ જિલ્લાઓમાં અત્યારે એક પણ એક્ટિવ કેસ નથી. અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.