શોધખોળ કરો
કોરોના અપડેટ: દેશમાં સતત ત્રીજા દિવસે 19 હજારથી ઓછા કેસ નોંધાયા, અત્યાર સુધી 1.51 લાખ લોકોના મોત
ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 1 કરોડ ચાર લાખ 50 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 51 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ફાઈલ ફોટો
નવી દિલ્હી: ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની રસી આપવાનું શરુ થશે. જ્યારે દેશમાં હવે સંક્રમિતોની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. સતત ત્રીજા દિવસે 19 હજારથી ઓછા નવા કેસ નોંધાયા હતા. ભારતમાં કોરોનાના કુલ કેસ વધીને 1 કરોડ ચાર લાખ 50 હજાર પર પહોંચી ગયા છે. તેમાંથી અત્યાર સુધી એક લાખ 51 હજાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 18,645 નવા કેસ અને 201 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ કેસની સંખ્યા 1,04,50,284 છે. હાલ 2,23,335 એક્ટિવ કેસ છે. દેશમાં કુલ 1,00,75,950 લોકો કોરનાને મ્હાત આપી ચુક્યા છે. કુલ મૃત્યુઆંક 1,50,999 થયો છે.
ICMR અનુસાર, 9 જાન્યુઆરી સુધી કોરોના વાયરસના કુલ 18 કરોડ 10 લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8.43 લાખ સેમ્પલ ગઈકાલે શનિવારે ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.45 ટકા છે જ્યારે રિકવરી રેટ 96 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 2.15 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
એસ્ટ્રો
દેશ
Advertisement
