India Corona Updates: દેશમાં 5 દિવસ બાદ 40 હજારથી ઓછા આવ્યાં કોરોના કેસ, 24 કલાકમાં 219ના મોત
India Coronavirus Updates: દુનિયામાં ગત દિવસોમાં સૌથી વધુ કોરોનાના કેસ ભારતમાં સામે આવ્યાં કોરોના એક્ટિવ કેસના મામલે ભારત 7માં સ્થાન પર છે
India Coronavirus Updates:ભારતમાં કોરોના સંકટ યથાવત છે. દરરોજ અંદાજિત 40 હજાર કેસ વધી રહ્યાં છે. આજે સોમવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયની તરફથી તાજા આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં 38,948 નવા કેસ સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 219 કોરોના સંક્રમિતોનો જીવ ગયો. 43,903 લોકોથી રિકવર થયા. એટલે કે 5174 એક્ટિવ કેસ ઓછા થઇ ગયા છે.
આ પહેલા દેશમાં સતત 5 દિવસ 40 હજારથી વધુ કોરોનાના કેસ સામે આવ્યાં હતા..મંગળવારે 41965, બુધવારે 47092 ગુરૂવારે 45352, શનિવારે 42766 કેસ આવ્યાં હતા.
ભારતમાં કોરોનાના કુલ કેસ
કોરોના મહામારીની શરૂઆતથી માંડીને અત્યાર સુધીમાં કુલ 3 કરોડ 30 લાખ 27 હજાર સંક્રમિત થયા છે. તેમાંથી 4 લાખ 752 લોકોના મોત થઇ ગયા છે. અત્યાર સુધીમાં 3 કરોડ 21 લાખ 81 હજાર લોકો રિકવર થઇ ગઇ. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યાં 4 લાખથી વધુ છે. કુલ 4 લાખ 4 હજાર 874 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે. તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
કોરોનાના કુલ કેસ – 3 કરોડ 30 લાખ 27 હજાર 621
કુલ ડિસ્ચાર્જ – 3 કરોડ 21 લાખ 81 હજાર 995
કુલ એક્ટિવ કેસ - 4 લાખ 4 હજાર 874
કુલ મોત – 4 લાખ 40 હજાર 752
કુલ રસીકરણ - 68 કરોડ 75 લાખ 41 હજારને ડોઝ અપાઇ
કેરળમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ
દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં રવિવારે કોવિડના 26,701 નવા કેસ સામે આવતાની સાથે કોરોના વાયરસથી સંક્રમિત કુલ સંખ્યા વધીને 42 લાખ 7 હજાર 838 થઇ ગયા. જ્યારે 74 વધુ મોત થતાં મૃતકોની સંખ્યા21,496 પર પહોંચી ગઇ છે. કેરળના વિભિન્ન જિલ્લામાં આ સમય 6,24301 લોકો ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. જેમાંથી 33,240 લોકો હોસ્પિટલમાં ભરતી છે.
69 કરોડ વેક્સિનેટ થયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે 5 સપ્ટેમ્બર સુધી દેશભરમાં 68 કરોડ 75 લાખ 41 હજાર લોકોને કોરોના વેક્સિનની ડોઝ અપાઇ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોમાં 25,23 લાખ રસી લગાવવામાં આવી તો ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંઘાન પરિષદ (ICMR) મુજબ અત્યાર સુધી 53.14 કરોડ લોકોના કોરોના ટેસ્ટ થયા છે. ગત દિવસોમાં 14.10 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યો. જેનો પોઝિટિવિટી રેટ 3ટકાથી ઓછો છે.
દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.34 ટકા છે જ્યારે રિકવરી રેટ 97.42 ટકા છે. એક્ટિવ કેસ 1.24 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસના મામલે દુનિયામાં ભારત હવે 7માં સ્થાન પર છે કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાન પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝિલ, બાદ સૌથી વધુ મોત પણ ભારતમાં થયા છે.