શોધખોળ કરો
Advertisement
ભારતે કોરોનાની રસીના 160 કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવ્યું, આ ત્રણ કંપનીઓ સાથે કર્યા કરાર
ભારત બાદ કોરોનાની રસીના ડોઝ સૌથી વધારે બુકિંગ કરાવનાર યૂરોપીયન યૂનિયન છે. ઈયૂએ 100 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ બુક કરાવી દીધા છે.
ભારત દેશે કોરોનાના કહેરમાંથી લોકોને બહાર કાઢવા માટે એડવાન્સમાં જ મોટી સંખ્યામાં કોરોનાના રસીના ડોઝનું બુકિંગ કરાવી લીધું છે. દેશના તમાન નાગરિકોને રસી ઉપલબ્ધ કરાવવા માટે ભારતે અત્યાર સુધીમાં 160 કરોડ ડોઝના ઓર્ડર આપ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર 30 નવેમ્બર સુધીના આંકડા અનુસાર, કોરોના રસીના કન્ફર્મ ડોઝનાં બુકિંગના મામલે ભારત વિશ્વભરમાં ટોચના સ્થાન પર છે. એટલું જ નહીં ભારતમાં કોરોના રસીને ખરીદીથી લઈને સ્ટોરેજ અને વિતરણ સુધીનો પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.
અમેરિકાની ડયૂક યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ ઈનોવેશન સેન્ટરનું માનીએ તો ભારતે કુલ ત્રણ એજન્સીઓને ૧૬૦ કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધો છે. ગ્લોબલ હેલ્થ ઈનોવેશન સેન્ટરના આંકડા પ્રમાણે ભારત સૌથી વધુ ડોઝ અમેરિકાની નોવાવેક્ષના ખરીદશે.
નોવાવેક્ષના જ ભારતે ૧૦૦ કરોડ ડોઝ બુક કરાવી દીધા છે. ત્યાબ બાદ ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાના ૫૦ કરોડ અને રશિયન રસી સ્પુતનિકના ૧૦ કરોડ મળીને ભારતે કુલ ૧૫૦ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. નિષ્ણાતોના મતે ભારતે જે બુકિંગ કરાવી રાખ્યું છે તેનાથી દેશની ૮૦ ટકા વસતિને કવર કરી શકાશે.
રિપોર્ટ અનુસાર ભારત બાદ કોરોનાની રસીના ડોઝ સૌથી વધારે બુકિંગ કરાવનાર યૂરોપીયન યૂનિયન છે. ઈયૂએ 100 કરોડથી વધારે કોરોના રસીના ડોઝ બુક કરાવી દીધા છે જ્યારે અમેરિકા 80 કરોડથી વધારે ડોઝ બુકિંગની સાથે ત્રીજા સ્થાન પર છે.
ભારતમાં અત્યારે કોરોના વેક્સિનનો સંગ્રહ અને વિતરણની વ્યવસ્થાની તૈયારી શરૂ થઈ છે. ભારતીય કંપનીઓ પણ કોરોનાની રસીનું પરીક્ષણ કરી રહી છે.
ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની રસી દુનિયાની એક માત્ર એવી વિશ્વસનીય રસી સાબિત થઈ છે કે જેનું બુકિંગ તમામ દેશોએ કરાવ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement