શોધખોળ કરો
કોરોના વાઇરસ: દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા સરકારે 4 દેશના વિઝા રદ કર્યા
ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે એક ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે.
![કોરોના વાઇરસ: દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા સરકારે 4 દેશના વિઝા રદ કર્યા India has suspended all Visas granted to nationals of Italy, Iran, South Korea, Japan કોરોના વાઇરસ: દેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા સરકારે 4 દેશના વિઝા રદ કર્યા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/04001644/india-cancels-visa.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: ચીન સહિત દુનિયાભરમાં ખતરનાક કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસેને પગલે ભારત સરકાર એક્શન મોડમાં આવી છે. ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ મંગળવારે એક ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. આ અંતર્ગત ઈટલી, ઈરાન, સાઉથ કોરિયા અને જાપાનના નાગરિકોને 3 માર્ચ પહેલા અને પછી ઈસ્યુ કરવામાં આવેલા વિઝા અને ઈ-વિઝાને રદ કરવામાં આવ્યા છે.
આ સિવાય 3 માર્ચથી જાપાન અને સાઉથ કોરિયાને નાગરિકોને વિઝા ઓન અરાઈવલ(દેશમાં આવ્યા બાદ) પર જે વિઝા ઈસ્યુ કરવામાં આવે છે તેને પણ સસ્પેન્ડ કરવામાં આવાનું એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે. અગામી દિવસોમાં હાઈ રિસ્ક વાળા 11 દેશોની મુસાફરી પર પ્રતિબંધ ન લાગ્યો તો ભારતમાં દ.કોરિયા, ઈરાન, ઈટલી જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશના તમામ એરપોર્ટને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ચીન,ઈટલી, જાપાન, દક્ષિણ કોરિયા,વિયતનામ, હોંગકોંગ, નેપાળ, મલેશિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડથી આવનારા તમામ મુસાફરોનું સ્ક્રિનિંગ કરવામાં આવે.
ભારત સરકારની એડવાઈઝરી બાદ આ દેશોના વિઝા રદ કરી દેવાયા છે. આ ઉપરાંત એયર ઇન્ડિયાએ આ દેશઓની ફ્લાઈટો પણ રદ કરી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)