શોધખોળ કરો

ભારતે દુનિયાને બતાવી તાકાત, DRDOએ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ બુધવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.

ભારતીય વૈજ્ઞાનિકોએ વધુ એક સફળતા પ્રાપ્ત કરી છે અને દેશનું નામ રોશન કર્યું છે. હકિકતમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ બુધવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને અન્ય સંરક્ષણ અધિકારીઓ મિસાઈલ પરીક્ષણના સમયે હાજર રહ્યા હતા. સંરક્ષણ અધિકારીએ માહિતી આપી હતી કે મિસાઈલે તેના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું.

એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ સપાટીથી સપાટી પરની સુપરસોનિક ક્રુઝ મિસાઈલના સફળ પરીક્ષણ પર અભિનંદન પાઠવ્યા હતા. તેઓ ઓપરેશનલ તૈયારીઓની સમીક્ષા કરવા આંદામાન અને નિકોબારના ટાપુ પ્રદેશમાં છે. મિસાઈલે તેના લક્ષ્યને સચોટ રીતે માર્યું હતું.

નોંધનિય છે કે, આ પહેલા, 8 ડિસેમ્બર 2021ના રોજ, બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલના એર વર્ઝનનું વાયુસેનાના ફાઈટર એરક્રાફ્ટ સુખોઈ-30MK-1માં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલે નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરીને દુશ્મનના ઠેકાણાને ધ્વસ્ત કર્યા હતા. સુખોઈ-30 એમકે-1 ફાઈટર જેટમાં ફીટ કરાયેલ બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ સંપૂર્ણપણે સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે.

તો બીજી તરફ ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનું અપગ્રેડેડ એર લોન્ચ વર્ઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની રેન્જ 800 કિમી હશે. એટલે કે આપણા ફાઈટર પ્લેન હવામાં રહીને દુશ્મનના ઠેકાણાને આટલી દૂરથી જ  ધ્વસ્ત કરી દેશે. ભારત હવે સતત ટેકનિકલ મિસાઇલોની શ્રેણીમાં વધારો કરી રહ્યું છે. માત્ર એક સોફ્ટવેર અપગ્રેડ કરવાથી મિસાઈલની રેન્જ 500 કિમી વધી જાય છે. ભારતીય વાયુસેનાના 40 સુખોઈ-30 MKI ફાઈટર જેટ પર બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ તૈનાત કરવામાં આવી છે. આ મિસાઇલો અત્યંત સચોટ અને શક્તિશાળી છે અને દુશ્મનના છાવણીઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જથી અન્ના હજારે દુઃખી: PM મોદીને પત્ર લખીને આંદોલનની કરી જાહેરાત
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો
સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ: સુરત, નવસારી, વલસાડ અને દમણમાં આજે શાળા-કોલેજો બંધ, 490 લોકોનું સ્થળાંતર
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
શું શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આપશે રાજીનામું? NEET વિવાદ પર જેપી નડ્ડાએ આપ્યો જવાબ
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
Embed widget