શોધખોળ કરો
Advertisement
હવે હાઈવે પ્રોજેક્ટ અને MSME સેક્ટરમાં ચીની કંપનીઓ પર કેન્દ્ર સરકાર લગાવશે પ્રતિબંધ
કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કહી દીધું છે કે, હાઈવે નિર્માણના કોઈ પણ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓને ભાગ લેવાની અનુમતિ આપવામાં નહીં આવે.
નવી દિલ્હી: લદ્દાખ સરહદ પર ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ચીનને મોટો ઝટકો આપતા કેન્દ્ર સરકારે હાઈવે પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ પર પ્રતિબંધ લગાવાની તૈયારી કરી લીધી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ સ્પષ્ટ કહી દીધું છે કે, હાઈવે નિર્માણના કોઈ પણ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓને ભાગ લેવાની અનુમતિ આપવામાં નહીં આવે.
એટલું જ નહીં કંપનીઓને પણ દૂર રાખવામાં આવશે. જેમાં ચીનની કોઈ કંપનીની ભાગીદારી હોય અથવા સંયુક્ત ઉપક્રમ હશે. સૂત્રો અનુસાર ચીનને લઈને અગાઉથી જ સતર્ક હતું. એ જ કારણ છે કે, છેલ્લા કેટલાક વર્ષમાં સીધી રીતે ચીનની કોઈ પણ કંપનીને ભારતમાં રોડના નિમાર્ણનો ઠેકો આપવામાં આવ્યો નથી. ગડકરી અનુસાર એમએસએમઈ સેક્ટરમાં પણ ચીની રોકાણકારનો મંજૂરી આપવામાં નહીં આવે.
ભારત સરકાર ચીનને લઈને આક્રમક છે. એમટીએનએલ બીએસએનલ બાદ 59 ચાઈનીઝ એપને ભારતમાં પ્રતિબંધ લગાવી દીધો છે અને કેન્દ્રીય માર્ગ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પણ ચીનને ઝટકો આપવાનો નિર્ણય કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion