INDIAN RAILWAYS: રેલ્વેમાં TTE કેવી રીતે બની શકાય? પાસ કરવી પડશે આ પરીક્ષા,આ રીતે કરો તૈયારી
How To Became TTE In IR: ટીટીઈ બનવા માટે ઉમેદવારે 50 ટકા માર્ક્સ સાથે 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. આ સિવાય રેલવે TTEની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ડિપ્લોમા કોર્સ કરવો જરૂરી છે.
How To Became TTE In IR: ભારતીય રેલ્વે (Indian Railways) માં TTE કેવી રીતે બનવું? TTE બનવા માટે શું કરવું? આ માટે તમારે કઈ પરીક્ષા પાસ કરવી પડશે? આજે અમે TTE સંબંધિત દરેક સવાલના જવાબ આપીશું. મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલ્વેમાં TTE તૈનાત છે. જે તમામ મુસાફરોની ટિકિટ ચેક કરે છે અને તેમને તેમની ચોક્કસ જગ્યા જણાવે છે. જો કોઈ મુસાફર પાસે મુસાફરીની યોગ્ય ટિકિટ (ticket) ન હોય તો TTE તેને દંડ કરી શકે છે.
ઉમેદવારો માટે આવશ્યક લાયકાત શું છે?
TTE બનવા માટે ઉમેદવારે 50 ટકા માર્ક્સ સાથે 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. આ સિવાય રેલવે TTEની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારે ડિપ્લોમા કોર્સ કરવો જરૂરી છે. ટીટી બનવા માટે અરજી કરનાર વ્યક્તિ ભારતીય નાગરિક (Indian citizen) હોવો આવશ્યક છે. ઉમેદવારો કોઈપણ રાજ્યમાંથી રેલવે TTE માટે અરજી કરી શકે છે.
આ પરીક્ષા (Ticket) માં કયા વિષયોના પ્રશ્નો પૂછવામાં આવે છે?
ભારતીય રેલ્વે દર વર્ષે TT માટે ફોર્મ બહાર પાડે છે. ટીટીઈ પરીક્ષા (TTE exam ) માં ખાસ કરીને જનરલ નોલેજ, મેથેમેટિક્સ અને રિઝનિંગમાંથી પ્રશ્નો પૂછવામાં આવે છે. TTE પરીક્ષા (TTE exam ) માં 150 પ્રશ્નો પૂછવામાં આવે છે. રેલ્વેમાં TTE બનવા માટે, 150 માર્ક્સની આ પરીક્ષા પાસ કર્યા પછી, ઉમેદવારને પહેલા ચોક્કસ ટ્રેન અને સ્ટેશન પર તાલીમ આપવામાં આવે છે. આ પછી તેમનો કાર્યકાળ શરૂ થાય છે
શારીરિક તંદુરસ્તી
1- ઉમેદવારોએ RRB દ્વારા નિર્ધારિત તમામ માપદંડોને પૂર્ણ કરવા જરૂરી છે.
2- દ્રષ્ટિ ક્ષમતા - દૂરની દ્રષ્ટિ કે ડિસ્ટેન્સ વિઝન - 6/9, 6/12 વિથ અને વિધાઉટ ગ્લાસેઝ
3- નજીકની દ્રષ્ટિ કે નિયર વિઝન- 0.6, 0.6 વિથ અને વિધાઉટ ગ્લાસેઝ
TTE પગાર
જોકે છઠ્ઠા પગાર પંચ મુજબ આ પોસ્ટ માટે નીચું પગાર ધોરણ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ સાતમા પગાર પંચ મુજબ હવે પે બેન્ડ સિસ્ટમનો અંત આવ્યો છે અને ઉમેદવારોને વધુ પગાર મળશે.
રૂ. 5200/- – રૂ. 20200/- + રૂ. 1900/- ગ્રેડ પે + DA + HRA + અન્ય ભથ્થાં
કુલ આશરે રૂ. 14,000/- પ્રતિ માસ
આ પણ વાંચો..
મણિપુરમાં શાંતિ સ્થાપવામાં CM નિષ્ફળ..., NPPએ BJP સરકારમાંથી પરત લીધુ સમર્થન, ગૃહમંત્રી શાહની હાઈલેવલ બેઠક
Education Loan Information:
Calculate Education Loan EMI