(Source: ECI/ABP News/ABP Majha)
India Bailout Sri Lanka: શ્રીલંકાને આર્થિક સંકટમાંથી ઉગારવા ભારતે એક અરબ ડોલરની સહાય કરી
શ્રીલંકાની અર્થવ્યવસ્થા હાલ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ભારત પોતાના પાડોશી દેશની મદદ કરવા માટે આગળ આવ્યું છે.
India Bailout Sri Lanka: શ્રીલંકાની અર્થવ્યવસ્થા હાલ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ભારત પોતાના પાડોશી દેશની મદદ કરવા માટે આગળ આવ્યું છે. ભારતે શ્રીલંકાને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે શ્રીલંકા એક અરબ ડોલર ઉધાર આપશે. જેથી શ્રીલંકાની સરકાર ભોજન, દવા અને બીજી આવશ્યક વસ્તુઓની ખરીદી કરી શકે.
આજે નવી દિલ્લીમાં શ્રીલંકાના નાણાં મંત્રી બાસિલ રાજપક્ષેએ ભારતના કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાતે મુલાકાત કરી હતી. આ મુલાકાત સમયે બંને પક્ષોએ પરસ્પર હિત અને આર્થિક સહયોગના વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. એ જ મીટિંગમાં, SBI અને શ્રીલંકાની સરકાર વચ્ચે શ્રીલંકાને ખોરાક, દવા અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી માટે $1 બિલિયનની ક્રેડિટ સુવિધા માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પહેલાં ડિસેમ્બરમાં રાજપક્ષેની દિલ્હીની મુલાકાત પછીથી આ 1 અરબ ડોલરની ઇમરજન્સી નાણાકીય સહાય માટે વાટાઘાટો ચાલી રહી હતી.
Union Finance Minister Smt. @nsitharaman and Union External Affairs Minister Shri @DrSJaishankar met Sri Lanka Finance Minister Mr. Basil Rajapaksa in New Delhi today. The Ministers discussed wide ranging issues of #MutualInterest and #EconomicCooperation. (1/2) pic.twitter.com/Mcy2ppmdxz
— Ministry of Finance (@FinMinIndia) March 17, 2022
આ પછી ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીલંકાને મંદીમાંથી ઉગારવા માટે 4 સ્તરીય યોજના પર સહમતી થઈ હતી. જેમાં ખોરાક, દવાઓ અને ઇંધણ જેવી આવશ્યક ચીજવસ્તુઓની આયાત માટે ભારતીય ક્રેડિટ લાઇન, શ્રીલંકાના વિદેશી અનામતને વધારવામાં મદદ કરવા માટે ચલણની અદલાબદલી, ત્રિંકોમાલી ઓઇલ ટેન્ક ફાર્મનો આધુનિકીકરણ પ્રોજેક્ટ અને શ્રીલંકામાં ભારતીય રોકાણોને સરળ બનાવવા માટે શ્રીલંકા તરફથી સહકારનો સમાવેશ થાય છે.
અગાઉ, શ્રીલંકાના નાણા પ્રધાન બાસિલ રાજપક્ષે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને દ્વિપક્ષીય બાબતો અને આર્થિક કટોકટીની સ્થિતિમાં શ્રીલંકાને ભારતીય સહાય અંગે ચર્ચા કરી હતી.