રશિયા-યૂક્રેન યુદ્ધને લઇને UNSCમાં નિંદા પ્રસ્તાવ પર વૉટિંગ, ભારતે કોનુ લીધુ સ્ટેન્ડ ને શું કર્યુ, જાણો વિગતે
રશિયા પણ સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે. બીજી તરફ, ભારત, ચીન અને UAEએ હુમલાની નિંદા કરતા મતદાનમાં ભાગ લીધો ન હતો.
India on Russia-Ukraine War: યૂક્રેન (Ukraine)માં રશિયા (Russia) તરફથી કરવામા આવેલા હુમલા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાન માટે મોડી રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની ઇમર્જન્સી સત્ર બોલાવવામા આવ્યુ. આ સત્રમાં ભારત (India) અને ચીન (China)ના યૂક્રેન પર આક્રમણની નિંદા કરતા મતદાનથી દુર રહ્યાં. પ્રસ્તાવના પક્ષમાં 11 અને વિપક્ષમાં 1 મત પડ્યો.
અમેરિકાએ પુતિન પર પ્રતિબંધ લગાવવાની વાત કહી-
આ બેઠકમાં ચર્ચા દરમિયાન અમેરિકાએ રશિયા હુમલાની નિંદા કરતા કહ્યું રશિયન રાષ્ટ્રપતિ પુતિન પર પ્રતિબંધ લગાવવાની વાત કહી. તો બ્રિટેને આરોપ લગાવ્યો કે રશિયન ટેન્ક સામાન્ય લોકોને કચડી રહી છે. ભારતે આ દરમિયાન એકદમ સંતુલિત વલણ અપનાવતા કહ્યું કે, આ મુદ્દાને વાતચીતથી હલ કરવો જોઇએ, ભારતે કહ્યું કે આ વાતથી દુઃખ છે કે કૂટનીતિનો રસ્તો છોડી દેવામાં આવ્યો છે, આપણે તેના પર પાછા ફરવુ પડશે. આ તમામ કારણોથી ભારતે આ પ્રસ્તાવ પર દુર રહેવાનો ઓપ્શન પસંદ કર્યો.
યુએનએસસીમાં ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તે જ સમયે, પશ્ચિમી દેશોએ કહ્યું કે આ પ્રસ્તાવ યુક્રેન વિરુદ્ધ આક્રમકતા અને કાર્યવાહી માટે છે. વૈશ્વિક મંચ પર રશિયાને અલગ ચીતરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
રશિયાએ વીટો વાપર્યો-
ઉલ્લેખનીય છે કે, રશિયા પણ સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યોમાંથી એક છે. બીજી તરફ, ભારત, ચીન અને UAEએ હુમલાની નિંદા કરતા મતદાનમાં ભાગ લીધો ન હતો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ શુક્રવારે યૂક્રેન પરના રશિયન હુમલાને રોકવા અને સૈન્યને પરત બોલાવવાના ઠરાવ પર મતદાન કર્યું હતું. આ દરમિયાન રશિયાએ પ્રસ્તાવને વીટો કર્યો.
આ પણ વાંચો......
Surat : પાંડેસરામાં પાણીપુરીની લારી પર મજાક મસ્તીમાં યુવકની થઈ ગઈ હત્યા, જાણો વિગત
IND vs SL: ટી20માં નંબર વન બન્યા રહેવા માટે ટીમ ઈન્ડિયાએ કરવું પડશે આ કામ, જાણો
Video: રશિયાની ટેન્કે યુક્રેનના આ વ્યક્તિની કાર કચડી , વૃદ્ધનો થયો ચમત્કારિક બચાવ
Happy birthday Ahmedabad : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 611માં સ્થાપના દિવસની પાઠવી શુભકામના