શોધખોળ કરો

Weather Update: કાલે દિલ્હી-એનસીઆરમાં વરસાદની આગાહી, જાણો  હવામાન વિભાગે શું કહ્યું ? 

કાતિલ ઠંડી  અને ધુમ્મસની લાંબી અસર બાદ આખરે હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગે સોમવાર (26 ફેબ્રુઆરી)થી મધ્ય ભારતના રાજ્યોમાં ફેરફારની આગાહી કરી છે.

નવી દિલ્હી:  કાતિલ ઠંડી  અને ધુમ્મસની લાંબી અસર બાદ આખરે હવામાનમાં પલટો આવવાનો છે. હવામાન વિભાગે સોમવાર (26 ફેબ્રુઆરી)થી મધ્ય ભારતના રાજ્યોમાં ફેરફારની આગાહી કરી છે.  દેશની રાજધાની દિલ્હી NCRમાં આકાશ વાદળછાયું છે અને સોમવાર અને મંગળવારે હળવો વરસાદ પડી શકે છે. જો કે રાત્રિના સમયે પણ હળવી ઠંડી ચાલુ રહેશે. મધ્ય ભારતના રાજ્યોમાં 26 અને 27 ફેબ્રુઆરીએ વરસાદ, તોફાન અને કરા પડવાની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સિવાય 29 ફેબ્રુઆરીથી ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્રાટકશે, જેના કારણે 1 માર્ચથી 4 માર્ચ સુધી વરસાદ પડશે.

અરુણાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. આ સિવાય ઓડિશામાં પણ ભારે વરસાદ થયો છે. જેના કારણે વાતાવરણમાં હળવી ઠંડી વધી છે.  નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ, મેઘાલય, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ગંગા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વગેરે રાજ્યોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ થયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 26 ફેબ્રુઆરીએ પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થશે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં વરસાદની સંભાવના છે. આ સિવાય અરુણાચલ પ્રદેશમાં આગામી છથી સાત દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જ્યારે આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ 25, 28 અને 29 ફેબ્રુઆરીએ વરસાદ થવાનો છે.

છત્તીસગઢ, વિદર્ભમાં 25 ફેબ્રુઆરીએ, મરાઠવાડા, તેલંગાણામાં 25 અને 26 ફેબ્રુઆરીએ,  પશ્ચિમ બંગાળમાં 25 અને 27 ફેબ્રુઆરીએ, બિહારમાં 27 ફેબ્રુઆરીએ, ઝારખંડમાં 27 ફેબ્રુઆરીએ વરસાદ અને કરા પડવાના છે. આ સિવાય પૂર્વ મધ્ય પ્રદેશમાં 26-28 ફેબ્રુઆરીએ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં 27 ફેબ્રુઆરીએ વરસાદ અને કરા પડવાની છે. છત્તીસગઢમાં પણ કરા અને વરસાદ પડશે.  

ગુજરાતમાં હાલ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે. રાત્રે અને સવારે ઠંડીનો ચમકારો લાગે છે, જ્યારે દિવસે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે હાલ ઠંડીની વિદાયનો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે આગામી ચાર-પાંચ દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે, તે અંગે હવામાન વિભાગે અપડેટ આપી છે. રાજ્યમાં તાપમાન અને વરસાદની શક્યતા અંગે હવામાન વિભાગે માહિતી આપી હતી.  હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે, ગુજરાતમાં 24 કલાક વાતાવરણમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય અને તાપમાનમાં પણ વધારો નહીં થાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Arvind Kejriwal Bail Hearing:  અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
Arvind Kejriwal Bail Hearing: અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
Bengaluru: બેંગલુરુમાં આખી રાત વરસ્યો વરસાદ, એરપોર્ટ ટર્મિનલ 2ની છતમાંથી ટપકવા લાગ્યું પાણી
Bengaluru: બેંગલુરુમાં આખી રાત વરસ્યો વરસાદ, એરપોર્ટ ટર્મિનલ 2ની છતમાંથી ટપકવા લાગ્યું પાણી
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ahmedabad: બ્રાહ્મણોના આરાધ્ય દેવ શ્રી ભગવાન પરશુરામનો જન્મોત્સવ પ્રસંગે ભવ્ય પરશુરામ યાત્રાનો શુભારંભRajkot: લોધિકા તાલુકાના વાગુદડ ગામની નદીમાંથી યુવાનોનું મૃતદેહ મળ્યોBike Stunt Viral Video: બાઈક પર જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ, દ્વારકા જિલ્લાનો વીડિયો હોવાનું અનુમાનAkshaya Tritiya 2024: રથયાત્રા પહેલા અક્ષય તૃતીયા પર  ભગવાન જગન્નાથની ઐતિહાસિક ચંદન  યાત્રા....

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Arvind Kejriwal Bail Hearing:  અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
Arvind Kejriwal Bail Hearing: અરવિંદ કેજરીવાલને કોર્ટથી મળી રાહત, 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
BJP: ભાજપમાં નવા જૂની થવાના એંધાણ, સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
ગરમીમાં ઠંડુ આઈસ્ક્રીમ ખાતા પહેલા સાવધાન, સુરતમાં 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી
Bengaluru: બેંગલુરુમાં આખી રાત વરસ્યો વરસાદ, એરપોર્ટ ટર્મિનલ 2ની છતમાંથી ટપકવા લાગ્યું પાણી
Bengaluru: બેંગલુરુમાં આખી રાત વરસ્યો વરસાદ, એરપોર્ટ ટર્મિનલ 2ની છતમાંથી ટપકવા લાગ્યું પાણી
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીમાં સામે આવ્યું પાકિસ્તાન કનેક્શન, પોલીસે કર્યો મોટો ખુલાસો
Mother's Day 2024: મધર્સ ડે ક્યારે અને કેમ ઉજવવામા આવે છે? જાણો આ દિવસનો ઇતિહાસ
Mother's Day 2024: મધર્સ ડે ક્યારે અને કેમ ઉજવવામા આવે છે? જાણો આ દિવસનો ઇતિહાસ
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
65000 કરોડનો વહીવટ ફરી દિલીપ સંઘાણીનાં હાથમાં, ઇફ્કોના ચેરમેન તરીકે બિનહરીફ વરણી
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો,  વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Cricketer Retirement: ક્રિકેટ ચાહકોને લાગ્યો મોટો ઝટકો, વિસ્ફોટક આ બેટ્સમેને અચાનક લીધો સંન્યાસનો નિર્ણય
Embed widget