INS Tarkash: સ્વતંત્રતા દિવસ પર આ દેશમાં તિરંગો લહેરાવશે આઇએનએસ તરકશ, જાણો શું છે પ્લાન
હવે આઇએનએસ તરકશે પોતાના આગામી પડાવ તરીકે લાંબી દુરીની યાત્રા ચાલુ રાખવા માટે એટલાન્ટિક (Atlantic)માં પ્રવેશ કરી લીધો છે.
INS Tarkash in Rio de Janeiro: ભારતીય નૌસેનાએ (Indian Navy) શુક્રવારે જાણકારી આપી છે કે ભારતીય નૌસેનાના ગાઇડેડ મિસાઇલ યુદ્ધપોત આઇએનએસ તરકશ (Guided Missile Warship INS Tarkash)એ ભૂમધ્યસાગરીય તૈનાતીને સફળતા પૂર્વક અંજામ આપવામાં આવ્યો છે. હવે આઇએનએસ તરકશે પોતાના આગામી પડાવ તરીકે લાંબી દુરીની યાત્રા ચાલુ રાખવા માટે એટલાન્ટિક (Atlantic)માં પ્રવેશ કરી લીધો છે.
નૌસેનાએ જાણકારી આપી છે કે બ્રાઝિલ (Brazil)ના રિયો ડિ જેનેરિયો (Rio de Janeiro)માં સ્વતંત્રતા દિવસ (Independence Day)ના ખાસ પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવવા માટે બ્રાઝિલના રિયો ડિ જેનેરિયોનો પ્રવાસ કરી રહ્યાં છીએ. આ કાર્યક્રમ આઝાદી કા અમૃત મહોત્સવના ભાગ તરીકે 15 ઓગસ્ટ, 2022એ થશે.
આ પહેલા ભારતીય નૌસેનાની ગાઇડેડ મિસાઇલ યુદ્ધપોત આઇએનએસ તરકશે 26 જુલાઇએ રૉય મોરક્કો નેવલ શિપ હસન 2, ફ્લૉરિયલ ક્લાસ કાર્વેટની સાથે એટલાન્ટિકમાં એક સમુદ્રી ભાગીદારી અભ્યાસમાં ભાગ લીધો હતો. આ દરમિયાન આઇએનએસ તરકશે મેન ઓવરબૉર્ડ ડ્રિલ, વિઝીટ બૉર્ડ સર્ચ એન્ડ સીઝર ઓપરેશન, સામરિક યુદ્ધાભ્યાસ અને હેલિકૉપ્ટર ક્રૉસ ડેક લેન્ડિંગ જેવા અભ્યાસોને અંજામ આપ્યો હતો.
હાલમાં ભારતીય નૌસેના (Indian Navy)એ પોતાના હાલના નિવેદનમાં જાણકારી આપી હતી કે ગાઇડેડ મિસાઇલ યુદ્ધપોત આઇએનએસ તરકશ (Guided Missile Warship INS Tarkash) ને 27 જૂનથી પાંચ મહિના માટે ખાસ મિશન પર મોકલવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav) અંતર્ગત બ્રાઝિલ (Brazil)ના રિયો ડિ જેનેરિયો (Rio de Janeiro)માં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાની પ્રમુખ વિશેષતા રહેશે, હાલમાં પોતાના મિશન દરમિયાન આઇએનએસ તરકશ યૂરોપ, દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના 11 દેશોમાં 14 પોર્ટની પ્રવાસ કરશે.
આ પણ વાંચો..........
ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ગુજરાતના 540 ગામોને મળશે 4G મોબાઈલ સેવાનો લાભ, જુઓ ગામના નામની યાદી
CWG 2022 IND vs PAK: બેડમિન્ટનમાં ભારતે પાકિસ્તાનને ધોઈ નાખ્યું, જાણો શું રહ્યો સ્કોર
Health tips: મખાના ખાવાથી થાય છે ઘણા ફાયદા, જાણો તેના વિશે
Swine Flu: અમદાવાદમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, આ વિસ્તારમાં નોંધાયા બે પોઝિટીવ કેસ