શોધખોળ કરો
Advertisement
PAK ફાઇટર પ્લેને ભારતની સરહદમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ, ઇન્ડિયન એરફોર્સે ખદેડ્યા
નવી દિલ્હીઃ ઇન્ડિયન એરફોર્સે એકવાર ફરી પાકિસ્તાનની નાપાક યોજનાને નિષ્ફળ બનાવી હતી. પાકિસ્તાનના એફ-16 ફાઇટર વિમાનોએ મોડી રાત્રે ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો જેને ઇન્ડિયન એરફોર્સની ટીમે સુખોઇ અને મિરાજની મદદથી ખદેડી દીધા હતા. ન્યૂઝ એજન્સી એએનઆઇના મતે આજે સવારે ત્રણ વાગ્યે ભારતના રડારમાં પાકિસ્તાનના ચાર એફ-16 ફાઇટર પ્લેન અને યુએવીની મુવમેન્ટને નોટિસ કરી હતી. પાકિસ્તાનના આ ફાઇટર પ્લેન પંજાબમાં ખેમકરણ બોર્ડર પાસે હતા.
ભારતે તત્કાળ કાર્યવાહી કરતા પાકિસ્તાનના આ પ્લેનને ખદેડવા માટે સુખોઇ-30 અને મિરાજ વિમાનો મોકલ્યા હતા. ભારત તરફથી કડક પ્રતિક્રિયા જોતા પાકિસ્તાની પ્લેન પાછા જતા રહ્યા હતા. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાની ફાઇટર પ્લેન સર્વિલાન્સ ડ્રોન્સ સાથે ઉડાણ ભરી રહ્યા હતા. પાકિસ્તાની વિમાનોનો હેતું સંવેદનશીલ વિસ્તારોમાં ભારતીય સરહદની ગતિવિધિઓની જાણકારી મેળવવાની હતી.Sources: At 3 AM today, Indian radars detected a large sized UAV & package of 4 Pakistani F-16s flying close to Indian border in Khemkaran sector in Punjab. India scrambled Su-30MKIs & Mirage jets in response after which the Pakistani jets retreated further into their territory. pic.twitter.com/ZKTbw8zPZo
— ANI (@ANI) April 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement