Ukraine War: યૂક્રેન જંગમાં ફસાઇ ભારતની દીકરીએ ઘર વાપસી માટે કર્યો ઇન્કાર, બંકરમાં છુપાયેલી નેહાએ ફોન કરી કહ્યું કે,. હું જીવિત રહું કે ન રહું પરંતુ....
Haryana Student in Ukraine: યૂક્રેનમાં ફસાયેલી ભારતની મેડિકલ વિદ્યાર્થિની નેહની ઘર વાપસી માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ નેહા ઘર વાપસી માટે ઇન્કાર કરી રહી છે. તેમણે ઘર વાપસીના ઇન્કાર માટે આ કારણ દર્શાવ્યું છે.
Haryana Student in Ukraine: યૂક્રેનમાં ફસાયેલી ભારતની મેડિકલ વિદ્યાર્થિની નેહની ઘર વાપસી માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ નેહા ઘર વાપસી માટે ઇન્કાર કરી રહી છે. તેમણે ઘર વાપસીના ઇન્કાર માટે આ કારણ દર્શાવ્યું છે.
યૂક્રેનમાં રશિયા સેનાની બર્બરતાના કારણે માનવતા પર મોટું સંકટ ઉભું થયું છે. આ સ્થિતિમાં ભારતના ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓ સહી સલામત ઘર વાપસી પણ કરી રહ્યાં છે. આ સંકટ ભરી સ્થિતિમાં એક વિદ્યાર્થિની એવી પણ છે. જે આ જીવના જોખમ વચ્ચે ઘર વાપસી માટે તૈયાર નથી.તેમણે ઇન્સાનિયતનો સાથ નથી છોડ્યો, હરિયાણાની આ મેડિકલની વિદ્યાર્થિનીએ યુક્રેન છોડવાનો ઇન્કાર કરી દીધો છે.
ભારતીય વિદ્યાર્થીએ યુક્રેનમાં એક મકાનમાં ભાડેથી રહે છે. તેના મકાનમાલિકે તેના દેશની રક્ષા માટે શસ્ત્રો ઉપાડવા માટે યુક્રેનિયન સૈન્ય સાથે દળોમાં જોડાવાનું નક્કી કર્યું છે. પરંતુ તેઓ તેમની પાછળ પત્ની અને ત્રણ બાળકોનો પરિવાર છોડી ગયા છે. હવે ભારતની આ દીકરીએ તેના મકાનમાલિકના પરિવારની દેખરેખની જવાબદારી ઉપાડી લીધી છે. હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના એક શિક્ષકે જણાવ્યું કે ભારતની મેડિકલ સ્ટુડન્ટ નેહાએ તેની માતાને કહ્યું, 'હું જીવી શકું કે ન જીવી શકું, પરંતુ હું આ બાળકો અને તેમની માતાને આ સ્થિતિમાં નહીં છોડું નહી આવી શકું હું જીવીશ ત્યાં સુધી તેની રક્ષા કરીશ'.
બંકરમાં પરિવાર સાથે છુપાઇ નેહા
નેહાના પિતા પણ ભારતીય સેનામાં હતા. 2 વર્ષ પહેલા જ તેમણે તેમના પિતાને ગુમાવ્યાં છે. નેહા યુક્રેનમાં ગત વર્ષથી મેડિકલનો અભ્યાસ કરી રહી છે. હાલ આ 17 વર્ષની નેહા તેના મકાન માલિક અને તેના બાળકો સાથે બંકરમાં છુપાયેલી છે. નેહાએ સ્વજન સાથે ફોનમાં વાત કરી હતી કે, બહાર સતત બ્લાસ્ટના સતત અવાજ આવી રહ્યા છે પરંતુ હજુ સુધી અમે સુરક્ષિત છીએ.
નેહા એમબીબીએસનો અભ્યાસ કરવા કિવ ગઈ હતી. હોસ્ટેલની સુવિધા ન હોવાને કારણે તેણે એન્જિનિયરના ઘરમાં એક રૂમ ભાડે રાખ્યો હતો. નેહાની માતા સવિતા જાખરે કહ્યું, 'નેહા મકાનમાલિકના બાળકો સાથે તે ખૂબ ભળી ગઈ છે. દેશમાં વધી રહેલા તણાવને જોતા તેમને દેશ છોડવાની સલાહ આપવામાં આવી હતી. નેહાની માતાએ તેને બહાર કાઢવા માટે અનેક પ્રયાસો કર્યા. આખરે નેહાને યુક્રેનથી રોમાનિયા આવવાનો મોકો મળ્યો પરંતુ તેણે ના પાડી અને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવાર સાથે રહેવાનું નક્કી કર્યું.