શોધખોળ કરો
Advertisement
જેસલમેરમાં સીમા સુરક્ષા પર બોલ્યા રાજનાથસિંહ- ‘2018 સુધી સીલ થશે ભારત-પાક સરહદ’
જેસલમેર: કેંદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાનની સાથે હાલની તણાવભરી સ્થિતિ વચ્ચે અંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલા ચાર રાજ્યોમાં હાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે આજે જેસલમેર પહોંચ્યા. પાકિસ્તાન સાથે જોડાયેલા ચાર ભારતીય રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે સુરક્ષા સમીક્ષાને લઈને બેઠક પછી રાજનાથ સિંહે કહ્યું કે, ડિસેમ્બર 2018 સુધી ભારત-પાક સીમાને સીલ કરી દેવામાં આવશે.
રાજનાથે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે સીમાને સીલ કરવાનું કાર્ય નક્કી કરેલા સમયમાં પુરી કરી દેવામાં આવશે. તેમને કહ્યું કે આ કામ પુરું થયા પછી મૉનેટરિંગ પણ કરવામાં આવશે. રાજનાથે સર્જિકલ સ્ટ્રાઈક પર પુછવામાં આવેલા સવાલ પર કહ્યું કે દેશ વાસીઓને સેના પર ભરોસો છે અને દેશની સુરક્ષા પર ક્યારેય આંચ નહી આવે. તેમને વધુમાં કહ્યું કે, જેવી રીતે ખેડૂત પોતાની ખેતીની દેખભાળ કરે છે તેવી રીતે સેના પણ દેશની દેખભાળ કરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
દુનિયા
Advertisement