શોધખોળ કરો

Indo-US : હવે ભારતમાં જ બનશે F-35, F-22 જેટ્સ અને ઘાતક હથિયારો!!!

અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને સોમવારે પોતાના ભારતીય સમકક્ષ રાજનાથ સિંહ સાથે લાંબી ચર્ચા બાદ આ વાતની પુષ્ટિ કરી.

Self Dependence in Defense and Strategic Production : ભારત અને અમેરિકા સંરક્ષણ ક્ષેત્રે મહત્વનું પગલું ભર્યું છે. બંને દેશો આ ક્ષેત્રે સહયોગ અને સમર્થન વધારવા સંમત થયા છે. બંને દેશોના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ માટે એક માળખું તૈયાર કરવામાં આવશે. અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને સોમવારે પોતાના ભારતીય સમકક્ષ રાજનાથ સિંહ સાથે લાંબી ચર્ચા બાદ આ વાતની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકાએ સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ માટે મહત્વાકાંક્ષી રોડમેપ તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે. વાતચીતમાં ઓસ્ટીને ભારત-યુએસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના પાયાના પથ્થર તરીકે પણ વર્ણવ્યું હતું.

અમેરિકી રક્ષા મંત્રીએ NSA ડોભાલ સાથે કરી વાતચીત

ઓસ્ટિન બે દિવસની મુલાકાતે રવિવારે દિલ્હી પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે, અમેરિકી રક્ષા મંત્રીની આ મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતના બે અઠવાડિયા પહેલા થઈ છે. ઓસ્ટિન અહીં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ (NSA અજીત ડોભાલ)ને મળ્યા હતા. તેમણે કહ્યું કે, તેમણે રક્ષામંત્રી રાજનાથ સિંહ અને NSA અજીત ડોભાલ સાથે મહત્વની ચર્ચા કરી. તેમણે કહ્યું કે, અમારી ભાગીદારી ઝડપથી વધી રહી છે અને અમે સંરક્ષણ ઔદ્યોગિક સહયોગને વિસ્તારવા માગીએ છીએ.

મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારતને ઉડાન મળશે

અમેરિકા અને ભારત દરિયાઈ, સૈન્ય અને હવાઈ ક્ષેત્રમાં ક્ષમતા વિસ્તરણ માટે અત્યાધુનિક ટેક્નોલોજી ટ્રાંસફર કરવા માટે સંમત થયા છે. ખાસ કરીને અમેરિકા ભારતને લેટેસ્ટ ટેક્નોલોજી આપવા માટે તૈયાર છે. તેમણે ભારતના સંરક્ષણ ઉદ્યોગને 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત'ના સપનાઓને પ્રોત્સાહન આપવા તમામ જરૂરી સમર્થન આપવાનું વચન આપ્યું છે.

ભારત અને ચીનની અમેરિકા પર ચાંપતી નજર

આ સાથે ભારત અને અમેરિકા વચ્ચે મધ્ય પૂર્વ, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા અને ઈન્ડો પેસિફિક ક્ષેત્રના દેશો પર કોઈ તેમની ઈચ્છા થોપી ન શકે તે સુનિશ્ચિત કરવા પર ગંભીર વાતચીત થઈ. ચોક્કસપણે ચીનના નાપાક ઇરાદાઓ વાતચીતના કેન્દ્રમાં રહ્યા. ડોભાલ અને ઓસ્ટિન વચ્ચેની વાટાઘાટોમાં ભારત અને યુએસ વચ્ચેના સપ્લાયના વિશ્વસનીય સ્ત્રોતો, મહત્વનીએ સપ્લાય ચેન અને બંને દેશોના ઉદ્યોગો વચ્ચે સિનર્જી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

અમેરિકા ભારતને ટોચની ટેક્નોલોજી આપશે

આ પહેલા ઓસ્ટિનની મુલાકાતની જાણકારી ધરાવતા અધિકારીઓએ કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને યુએસ સેક્રેટરી ઓફ ડિફેન્સ ઓસ્ટીને જનરલ ઈલેક્ટ્રીક અને યુએસ ડિફેન્સ ઈક્વિપમેન્ટ કંપની જનરલ એટોમિક્સ એરોનોટિકલ સિસ્ટમ્સની ભારત સાથે ઓસ્ટિન ફાઈટર જેટ્સના એન્જિન માટે ટેક્નોલોજી શેર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા કરી છે. INC પાસેથી 3 બિલિયન યુએસ ડોલરમાં 30 MQ-9B સશસ્ત્ર ડ્રોન ખરીદવાની ભારતની યોજના પર ચર્ચા થઈ શકે છે.

ટેકનોલોજી કેવી રીતે ટ્રાન્સફર કરવી તેની રૂપરેખા તૈયાર થશે

ભારત તેના ફાઇટર એરક્રાફ્ટ માટે ટેક્નોલોજી ટ્રાન્સફર ફ્રેમવર્ક હેઠળ દેશમાં ફાઇટર એરક્રાફ્ટ એન્જિનના ઉત્પાદનની શક્યતાઓ શોધી રહ્યું છે. અમેરિકાએ જૂન 2016માં ભારતને મુખ્ય સંરક્ષણ ભાગીદાર તરીકે નિયુક્ત કર્યું હતું, જેનાથી મહત્વપૂર્ણ સંરક્ષણ સાધનો અને ટેકનોલોજીની વહેંચણીનો માર્ગ મોકળો બન્યો હતો. અમેરિકાના રક્ષા મંત્રી સિંગાપોરથી અહીં પહોંચ્યા છે. ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલા તેઓ માર્ચ 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા.

ઓસ્ટિનનું મહત્વપૂર્ણ નિવેદન

અમેરિકાના રક્ષા મંત્રી સિંગાપોરથી અહીં પહોંચ્યા છે. ઓસ્ટિનની આ બીજી ભારત મુલાકાત છે. આ પહેલા તેઓ માર્ચ 2021માં ભારતની મુલાકાતે આવ્યા હતા. શુક્રવારે સિંગાપોરમાં 'શાંગરી લા ટૉક્સ'માં તેમના સંબોધનમાં ઑસ્ટિને કહ્યું હતું કે, "ભારત સાથે મહત્વપૂર્ણ અને ઉભરતી તકનીકો પરની અમારી પહેલ સાથે અમે મહત્વપૂર્ણ સંરક્ષણ ઉપકરણોને સહ-વિકાસ કરવાનો માર્ગ શોધી શકીએ છીએ."

ગયા વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ જો બિડેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ US-India Important and Emerging Technology Initiativeની જાહેરાત કરી હતી. તેનો હેતુ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ટેકનોલોજી ભાગીદારી અને સંરક્ષણ ઔદ્યોગિક સહયોગ વધારવાનો છે.

રાજનાથ સિંહે કહ્યું- ઓસ્ટિન સાથેની વાતચીતમાં શું થયું

જો કે, તેમના અમેરિકન સમકક્ષ સાથેની વાતચીત બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, ભારત-અમેરિકાની ભાગીદારી મુક્ત, ખુલ્લા અને નિયમ આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. સિંઘે કહ્યું કે, ભારત ક્ષમતા વધારવા અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં યુએસ સાથે નજીકથી કામ કરવા આતુર છે. સિંહે ટ્વીટ કર્યું હતું કે, 'નવી દિલ્હીમાં મારા મિત્ર સંરક્ષણ પ્રધાન ઓસ્ટિનને મળીને આનંદ થયો. અમારી વાટાઘાટો વ્યૂહાત્મક હિતોના સંકલન અને સુરક્ષા સહયોગ વધારવા સહિત અનેક ક્ષેત્રોમાં સંરક્ષણ સહયોગને મજબૂત કરવા પર કેન્દ્રિત હતી.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, 'ભારત-અમેરિકાની ભાગીદારી મુક્ત, ખુલ્લી અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે. અમે ક્ષમતા નિર્માણના ક્ષેત્રોમાં અમેરિકા સાથે નજીકથી કામ કરવા અને અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget