શોધખોળ કરો
દિલ્હી હિંસાની કવરેજ મામલે બે ટીવી ન્યૂઝ ચેનલો પર લાગાવેલ પ્રતિબંધ હટાવાયો
બન્ને ટીવો ચેનલો પર આ પ્રતિબંધ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાની કવરેજને લઈને લગાવવામાં આવ્યો હતો.
![દિલ્હી હિંસાની કવરેજ મામલે બે ટીવી ન્યૂઝ ચેનલો પર લાગાવેલ પ્રતિબંધ હટાવાયો Information and Broadcasting Ministry lifts 48 hours banned on Asianet and Media One channels insensitive coverage of Delhi violence દિલ્હી હિંસાની કવરેજ મામલે બે ટીવી ન્યૂઝ ચેનલો પર લાગાવેલ પ્રતિબંધ હટાવાયો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/07180202/delhi-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા કેરળની બે ન્યૂઝ ચેનલો પર દિલ્હી હિંસાની કવરેજ મામલે 48 કલાક માટે લગાવેલો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી ભાષાના સૂત્રો અનુસાર એશિયાનેટ ન્યૂઝ અને મીડિયા વન પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. બન્ને ટીવો ચેનલો પર આ પ્રતિબંધ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં હિંસાની કવરેજને લઈને લગાવવામાં આવ્યો હતો.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે 48 કલાકનો પ્રતિબંધ લગાવતા કહ્યું હતું કે, આ પ્રકારના રિપોર્ટીંગથી દ્વેષભાવ વધી શકે છે. ચેનલોને શરૂઆતમાં કારણ દર્શાવો નોટિસ જારી કરવામાં આવી હતી અને તેનો જવાબ દાખલ કર્યા બાદ મંત્રાલયને લાગ્યું કે કેબલ ટીવી નેટવર્ક કાયદો, 1995 અંતર્ગત નિર્ધારિત કાર્યક્રમ સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.
મંત્રાલયે દેશભરમાં કોઈ પણ પ્લેટફોર્મથી બન્ને ચેનલોના પ્રસારણ તથા પુન:પ્રસારણ પર 6 માર્ચના રોજ સાડા સાત વાગ્યાતી આઠ માર્ચ સુધી સુધી પ્રતિબંધ લગાવી દીધો હતો. પ્રતિબંધ લગાવ્યા બાદ કેન્દ્રના આ કાર્યવવાહીની ટીકા કરતા માકપાના રાજ્ય સચિવ કોડિયેરી બાલકૃષ્ણએ આરોપ લગાવ્યો હતો કે આ મીડિયા પર નિયંત્રણ કરવાનો પ્રયાસ છે. જ્યારે કૉંગ્રેસ નેતા રમેશ ચેન્નિથલાએ તેને પ્રેસની આઝાદી વિરુદ્ધ અને ગેરબંધારણીય ગણાવ્યું હતું.Asianet and MediaOne channels which were banned for 48 hours yesterday by I&B ministry for allegedly communally insensitive coverage of Delhi violence, are back on air. #Kerala pic.twitter.com/nd9DBljauT
— ANI (@ANI) March 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)