Punjab-Haryana HC: સંપત્તિના ઉત્તરાધિકારીમાં પુરુષોને જ મહત્વ કેમ? પંજાબ-હરિયાણા હાઇકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
અરજદારે કહ્યું હતું કે ભેદભાવ કરવો એ બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે.
Punjab-Haryana High Court: પંજાબ-હરિયાણા હાઈકોર્ટે સંપત્તિ ઉત્તરાધિકારી એક્ટમાં પુરુષોને મહત્વ અને લિંગ ભેદભાવ અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. મોહાલીની નેશનલ લો સ્કૂલના વિદ્યાર્થી દક્ષ કાદિયાને એડવોકેટ સાર્થક ગુપ્તા મારફતે પિટિશન દાખલ કરીને હિંદુ ઉત્તરાધિકાર કાયદાની જોગવાઈને પડકારી છે.
વાસ્તવમાં પીઆઈએલ દ્વારા અરજદારે કહ્યું હતું કે જોગવાઈઓ અનુસાર, જો ઘરના વડા મૃત્યુ પામે છે અને તે મૃત્યુ પહેલાં વસિયતનામું ન છોડે તો પુરુષોને પ્રાથમિકતા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં પ્રથમ શ્રેણીના વારસદારોને પ્રાધાન્ય આપવામાં આવે છે, જેમાં પુત્ર, પુત્રી, પૌત્ર, પૌત્રી વગેરેનો સમાવેશ થાય છે.
કાકી કરતાં કાકાને પ્રાધાન્ય મળે છે
બીજી તરફ જો પ્રથમ શ્રેણીના ઉત્તરાધિકારી ના હોય તો બીજી શ્રેણીને તક આપવામાં આવે છે. આમાં, ફક્ત પુરુષ સંબંધીઓને જ પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે કે કાકીની જગ્યાએ કાકાને પ્રાધાન્ય મળે છે. બીજી બાજુ જો આપણે ત્રીજી શ્રેણીની વાત કરીએ તો તે પુત્રની પુત્રી, પુત્ર અથવા પુત્રની પુત્રીની પુત્રીને મહત્વ આપવાની વાત આવે છે. તેથી આમાંથી મહિલાઓને પ્રાથમિકતા મળે છે. આવી સ્થિતિમાં, પુત્રની પુત્રીની પુત્રી સંપૂર્ણ મિલકતનો હકદાર બનશે જ્યારે છોકરો હકદાર રહેશે નહીં.
કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો
અરજદારે કહ્યું હતું કે આ રીતે લિંગના આધારે ભેદભાવ કરવો એ બંધારણીય જોગવાઈઓ વિરુદ્ધ છે. ઉપરાંત, અરજદારે કહ્યું હતું કે જ્યારે નજીકના સંબંધીઓ વચ્ચે મિલકતની વહેંચણીની વાત આવે છે, ત્યારે ત્યાં ફક્ત પુરુષ સંબંધીઓને જ મહત્વ આપવામાં આવે છે. સ્ત્રીઓ સાથે ભેદભાવ કેટલાક કિસ્સાઓમાં વિપરીત છે. આવી સ્થિતિમાં જોગવાઈ એવી હોવી જોઈએ કે તે લિંગના આધારે ભેદભાવને સમાપ્ત કરવો જોઇએ. અરજદારની વાત સાંભળ્યા બાદ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
આ પણ વાંચોઃ
રાજ્યના પોલીસ કર્મચારીઓ માટે આનંદના સમાચાર, એફિડેવિટ મુદ્દે સરકારે લીધો મોટો નિર્ણય
Retail Inflation Data: જનતાને મોંઘવારીથી રાહત નહી, ઓગષ્ટમાં પણ છૂટ્ટક મોંઘવારી દર આટલા ટકા રહ્યો
Assembly Elections: કોંગ્રેસના આ ધારાસભ્યએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાને લઈને આપ્યું મોટું નિવેદન
Tips: WhatsAppમાં નથી કૉલ રેકોર્ડિંગનુ ફિચર છતાં આ રીતે કરી શકાય છે કૉલ રેકોર્ડ