શોધખોળ કરો
Advertisement
હાથરસ પીડિતાના પરિવારને મળવા ગયેલા AAP સાંસદ સંજય સિંહ પર શાહી ફેંકવામાં આવી
હાથરસમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા ગયેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ઉપર શાહી ફેંકવામાં આવી છે.
લખનઉ: હાથરસમાં ગેંગરેપ પીડિતાના પરિવારને મળવા ગયેલા આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ઉપર શાહી ફેંકવામાં આવી છે. શાહી ફેંકનાર આરોપી દીપક શર્માની અટકાયત કરવામાં આવી છે. સંજય સિંહ પોતાની પાર્ટીના પ્રતિનિધિ નંડળ સાથે હાથરસ ગયા હતા.
આ પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ રવિવારે ભદોહીમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરવા પહોચ્યા હતા. તેમણે મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીની સુપ્રીમો માયાવતી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. સંજય સિંહે હાથરસના મામલે બસપા સુપ્રીમો માયાવતી પર નિશાન સાધતા કહ્યું કે માયાવતી અને તેની પાર્ટી આ મામલામાં ભાજપના મુખપત્ર તરીકે કામ કરી રહી છે.
આપ નેતા સંજય સિંહે કહ્યુ કે, અહીં કોઈપણ વ્યક્તિને આવવા દેવામાં આવતા નથી. બધાને ડંડા મારવામાં આવી રહ્યાં છે. યોગીજી શું કહેવા ઈચ્છે છે, તે પોતાને ચોકીદાર કહે છે. આપ નેતાએ આરોપ લગાવ્યો કે, ઉત્તર પ્રદેશની સરકાર દોષિતોને બચાવવામાં લાગી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion