શોધખોળ કરો
Advertisement
CAA વિરોધઃ UPના 11 જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ, ગાજિયાબાદમાં 3600 લોકો પર કેસ
LIVE
Background
લખનઉઃ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં વિરોધ પ્રદર્શનના આરોપમાં 3600 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી 400થી વધુ લોકોની ઓળખ કરાઇ છે જ્યારે 3200 અજ્ઞાત લોકો પર કેસ દાખલ કરાયો છે. પોલીસ આરોપીની ઓળખ કરી રહી છે.પ્રદર્શનકારીઓને ભડકાવવા પર અનેક સપા નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. અહીં પણ પોલીસે 65 લોકોની ધરપકડ કરી હતી.
12:37 PM (IST) • 21 Dec 2019
ઉત્તર પ્રદેશની સ્થિતિને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી આજે અમેઠીની મુલાકાતે જવાના હતા પરંતુ તેમણે પ્રવાસ રદ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
12:35 PM (IST) • 21 Dec 2019
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ચૂંટણી રણનીતિકાર અને જેડીયુ નેતા પ્રશાંત કિશોરે કહ્યુ કે, કોગ્રેસ આ પ્રદર્શનમાં રસ્તા પર જોવા મળી રહી નથી. પાર્ટીના મોટા નેતાઓ ગુમ છે. જે મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યમાં એનઆરસી લાગુ નહી કરે તેમને સમર્થન કોગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને સાથે રાખે તેવું કામ કોગ્રેસ કરી શકે છે નહી તો કોગ્રેસના નિવેદનનો કોઇ અર્થ નથી.
12:33 PM (IST) • 21 Dec 2019
જૌનપુરમાં 14 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. ભદોહીમાં 200, બહરાઇચમાં 2200 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.
12:32 PM (IST) • 21 Dec 2019
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે વિરોધ બાદ શનિવારે લખનઉ, બ્રિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ. મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ અને બુલંદશહેરમાં ઇન્ટરનેટ બંધ છે. અલીગઢ, દેવબંધ, બરેલી, આઝમગઢ, સહારનપુર અને બ્રિજનૌરમાં સ્થિતિ સામાન્ય છે અલીગઢમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. બુલંદશહેરમાં 19 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. જ્યારે 700-800 અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.
12:29 PM (IST) • 21 Dec 2019
Load More
Tags :
Internet Shut Down UP Delhi Caa Protest Today Caa & Nrc Details Caa Protest Mangalore Caa Stir Wat Is Caa Caa Delhi What Is Full Form Of Caa Ca Full Form Full Name Of Caa What Is The Full Form Of Caa What Is Ca Caa Updates Full Form Of Caa And Nrc Ca Kya Hai Delhi Protest Caa Protest Delhi Caa News Update Caa Protest Delhi Metro Station Full Form Of Caa Bill I Support Caa And Nrc Caa Protest Gurgaon Caa Live Updatesગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion