શોધખોળ કરો

શું અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત આવશે? ઈરાનના એક નિર્ણયથી જાગી આશા

28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી વચ્ચે, પાકિસ્તાનની મધ્યસ્થીથી બંને દેશો કામચલાઉ શાંતિ કરાર પર પહોંચવાના પ્રયાસમાં છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઈરાને પાકિસ્તાન મારફતે અમેરિકાને શાંતિ પ્રસ્તાવનો જવાબ આપ્યો.
  • હાલ યુદ્ધ રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટ પર કામચલાઉ કરાર ચર્ચા હેઠળ.
  • વૈશ્વિક ઊર્જા સંકટમાંથી રાહત મળવાની આશા જાગી છે.
  • 28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.

US Iran war end 2026: મધ્ય પૂર્વમાં 28 ફેબ્રુઆરીથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયંકર યુદ્ધનો અંત આવવાની આશા જાગી છે. બંને દેશો વચ્ચે શાંતિ કરાર માટેના પ્રયાસો હવે તેજ બન્યા છે. ઈરાને અમેરિકાના શાંતિ પ્રસ્તાવનો જવાબ પાકિસ્તાન મારફતે મોકલી આપ્યો છે. હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધ રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટ (દરિયાઈ માર્ગ) ફરી શરૂ કરવા માટે કામચલાઉ કરાર પર ચર્ચા ચાલી રહી છે. જો આ કરાર સફળ થશે, તો મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર રહેતી દુનિયાને સર્જાયેલી ઊર્જા કટોકટીમાંથી મોટી રાહત મળી શકે છે.

પાકિસ્તાન મારફતે ઈરાને મોકલ્યો જવાબ

રોઇટર્સ ન્યૂઝ એજન્સીએ ઈરાનની સરકારી ન્યૂઝ એજન્સી IRNA ના હવાલાથી એક મોટું અપડેટ આપ્યું છે. રિપોર્ટ મુજબ, 2 મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા આ યુદ્ધને રોકવા માટે અમેરિકાએ જે પ્રસ્તાવ મૂક્યો હતો, તેનો જવાબ ઈરાને આપી દીધો છે. આ જવાબ પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવ્યો છે, જે આ સમગ્ર મામલામાં મધ્યસ્થી તરીકે મોટી ભૂમિકા ભજવવાનો દાવો કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈરાને પોતાના પ્રસ્તાવમાં સ્પષ્ટ કર્યું છે કે હાલની વાટાઘાટો માત્ર આ વિસ્તારમાં ચાલી રહેલા સંઘર્ષ અને હિંસાને રોકવા પૂરતી જ સીમિત રહેશે.

કામચલાઉ કરાર (MOU) પર પહોંચવાનો પ્રયાસ

રોઇટર્સના રિપોર્ટમાં બંને પક્ષોની માહિતીના આધારે જણાવાયું છે કે, આ લેટેસ્ટ શાંતિ પ્રયાસોનો મુખ્ય હેતુ યુદ્ધને તાત્કાલિક અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ફરીથી શરૂ કરવા માટે કોઈ કામચલાઉ કરાર (MOU) પર સહી કરવાનો છે. એકવાર આ કામચલાઉ કરાર થઈ જાય, ત્યારબાદ ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા વધુ જટિલ અને મોટા વિવાદો ઉકેલવા માટે ભવિષ્યમાં વ્યાપક ચર્ચાઓ કરવામાં આવશે.

આગામી 72 કલાક ખાસ: રશિયા-યુક્રેન યુદ્ધમાં ટ્રમ્પની એન્ટ્રીથી આખું વિશ્વ ચોંકી ગયું!

કેવી રીતે શરૂ થયું હતું આ યુદ્ધ?

તમને જણાવી દઈએ કે, 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે ઈરાન પર એક મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ તેમના પુત્ર મોજતબા ખામેનીએ સુપ્રીમ લીડર તરીકે સત્તા સંભાળી હતી. આ ઘટના પછી ઈરાને અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા દરેક હુમલાનો બદલો લીધો છે.

સાથે જ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરી દેતા દુનિયાભરના દેશોને આર્થિક સંકટમાં ધકેલી દીધા છે. 10 મે સુધીની સ્થિતિ મુજબ, અમેરિકા અને ઈરાન હાલમાં એક નાજુક યુદ્ધવિરામ (સીઝફાયર) ની સ્થિતિમાં અટવાયેલા છે. બંને દેશો શાંતિ કરાર સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે, જોકે આ અગાઉ પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા કોઈ પણ નક્કર પરિણામ વિના જ સમાપ્ત થઈ ગઈ હતી.

મધ્ય પૂર્વમાં ફરી ભડકશે યુદ્ધની આગ? ટ્રમ્પે કહ્યું- ઈરાને હજુ પૂરતી કિંમત ચૂકવી નથી

Frequently Asked Questions

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની આશા શા માટે જાગી છે?

ઈરાને અમેરિકાના શાંતિ પ્રસ્તાવનો જવાબ પાકિસ્તાન મારફતે મોકલી આપ્યો છે, જેના કારણે શાંતિ કરાર માટેના પ્રયાસો તેજ બન્યા છે.

શાંતિ કરાર માટેના પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

મુખ્ય ઉદ્દેશ્ય તાત્કાલિક યુદ્ધને અટકાવવાનો અને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર ફરી શરૂ કરવા માટે કામચલાઉ કરાર કરવાનો છે.

આ યુદ્ધ કેવી રીતે શરૂ થયું?

28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કર્યો, જેમાં ઈરાનના સુપ્રીમ લીડરની હત્યા કરવામાં આવી હતી.

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી શા માટે કરી?

સુપ્રીમ લીડરની હત્યાના બદલામાં ઈરાને અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓના જવાબમાં હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી કરી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
હવે ઘરે બેઠા જાતે જ ભરી શકશો વસ્તી ગણતરી 2027 ની વિગતો; જાણો ફોર્મ ભરવાની રીત, પૂછાશે આ 40 પ્રશ્નો
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો
આખું વંદે માતરમ ગાવા પર સોનિયા ગાંધીએ વાંધો ઉઠાવ્યો? કોંગ્રેસે કહ્યું- ‘કોઈએ રોક્યું નથી’ જાણો શું છે મામલો

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget