Indian Railways Update: ભારતમાં રેલવે સ્ટેશન પર પ્રથમ વખત અનોખા પોડ્ કોન્સેપ્ટ રિટાયરિંગ રૂમની સુવિધા શરૂ, જાણો ખાસિયત અને કેટલું છે ભાડું
Indian Railways : ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત મુસાફરોને હવે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અનોખો અનુભવ થશે.
Indian Railways Update: ભારતીય રેલવેના ઈતિહાસમાં પ્રથમ વખત મુસાફરોને હવે મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અનોખો અનુભવ થશે. આઈઆરસીટીસીએ ભારતીય રેલવેના સહયોગથી મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પીઓડી કોન્સેપ્ટ પર રિટાયરિંગ રૂમની શરૂઆત કરી છે. ભારતીય રેલવેમાં આ પ્રકારની પ્રથમ સુવિધા છે. IRCTCએ કહ્યું કે, નાની કારોબારી યાત્રા વખતે ટ્રેનથી ટ્રેન યાત્રા કરવા કે વિદ્યાર્થીઓના ગ્રુપને પ્રવાસે લઈ જતી વખતે પોડ રૂમ યાત્રાને આરામદાયક અને આસાન બનાવે છે.
આઈઆરસીટીસી અનુસાર હોસ્પિટાલિટી સેવાઓમાં હવે આ સંચાલન મેસર્સ અર્બન પોડ હોટલ્સને સોંપવામાં આવ્યું છે. જે ભારતમાં આ કોન્સેપ્ટ લાવનારી પ્રથમ કંપની છે. વિવિધ વિશેષતાઓવાળા રિટાયરિંગ રૂમમાં આ સુવિધા ખરેખર અદભૂત છે.
આઈઆરસીટીસીએ તેની ઓપન ટેન્ડર પ્રક્રિયાના માધ્યમથી 9 વર્ષ માટે પીઓડી કોન્સેપ્ટ રિટરાયિંગ રૂમના સંચાલનનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેને ત્રણ વર્ષ સુધી વધારી શકાય છે. પોડ સુવિધા મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર પ્રથમ માળ પર છે. 3000 વર્ગ ફૂટમાં આ સુવિધા ઉભી કરવામાં આવી છે.
શું છે પોડ હોટલ
પોડ હોટલને સૌથી પહેલા જાપાનમાં વિક્સિત કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નાના બેડ જેવા રૂમો હોય છે. જેને કેપ્સૂલ તરીકે ઓળખવામાં આવે છે. પોડ હોટલ જે લોકો પારંપરિક હોટલના મોંઘા ભાડાના બદલે એક રાત પૂરતા આરામ કરવા માંગતા હોય તેવા લોકો વધારે પસંદ કરે છે.
IRCTC has commissioned its first 'Pod' concept retiring rooms at Mumbai Central Railway station, the first of its kind on Indian Railways. This facility will be a gamechanger in passengers travel in India by rail, especially those on business trips: IRCTC pic.twitter.com/J1ITFudcBZ
— ANI (@ANI) November 17, 2021
કેટલું છે ભાડું
આઈઆરસીટીસીનું માનવું છે કે આ અનોખી સુવિધા મુસાફરો માટે ભારતમાં રેલ યાત્રા કરતા લોકો માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ હોટલમાં 12 કલાક માટે લગભગ 999 રૂપિયા પ્રતિ વ્યક્તિથી લઈ 24 કલાક માટે પ્રતિ વ્યક્તિ 1999 રૂપિયા હશે.
કુલ કેટલા પોડ છે
આ સુવિધા કુલ 48 પોડ્સની પોડ ઈન્વેન્ટ્રી પ્રદાન કરે છે. આ પોડ્સને ક્લાસિક, ઓનલી લેડીઝ, પ્રાઇવેટ પોડ્સ એમ ત્રણ વિભાગ છે. ડિફરન્ટલી એબલ્ડ માટે એક પોડ છે. 4 પરિવારના સભ્યોને રહેવા માટે 4 ફેમિલી પોડ્સ પણ છે.