મીરાબાઈ ચાનુએ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો એ માટે મોદીને યશ અપાયો ? મોદી સરકારે શું કર્યો ખુલાસો ?
વાયરલ ફોટોમાં જોવા મળી રહેલ બેનરમાં લખ્યું છે, ‘ધન્યવાદ મોદી જી, મીરાબાઈ ચાનૂને મેડલ અપાવવા માટે’.
સોશિયલ મીડિયા પર એક બેનરની તસવીર વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu)ના સન્માન સમારોહમાં આ બેનર લગાવવામાં આવ્યું હતું, જેમાં પીએમ મોદીનો જીત માટે આભાર માનવામાં આવે છે.
વાયરલ ફોટોમાં જોવા મળી રહેલ બેનરમાં લખ્યું છે, ‘ધન્યવાદ મોદી જી, મીરાબાઈ ચાનૂને મેડલ અપાવવા માટે’. રાષ્ટ્રીય લોક દળના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ પણ આ તસવીર ટ્વીટ કરી હતી. જોકે બાદમાં તેમમે સ્પષ્ટીકર પણ આપ્યું હતું. અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે આ તસવીરને એ દાવા સાથે ફેસબુક અને ટ્વિટર પર શેર કરી છે.
જોકે આ મામલે ભારત સરકાર તરફથી સુચના અને પ્રસારણ મંત્રાલયના પીઆઈબી ફેક્ટ ચેકેટ સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે એક ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું કે, “સોશિયલ મીડિયા પર #મોર્ફેડ તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનંદન બેનરમાં મીરાબાઈ ચાનુની #ઓલિમ્પિક 2020 જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. #PIBFactCheck: આ દાવો #ફેક છે. બેનર પર આવું કોઈ લખાણ લખેલું નથી.”
A #Morphed image is circulating on social media with a claim that a congratulatory banner shows that Prime Minister Narendra Modi has been thanked for Mirabai Chanu's #Olympics2020 win#PIBFactCheck: This claim is #Fake. No such text is written on the banner. pic.twitter.com/F1AwpiNIpN
— PIB Fact Check (@PIBFactCheck) July 31, 2021
નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.