Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ
Gujarat Rain Forecast: આગામી 72 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાતા ફરી રાજ્યમાં ચોમાસુ ફરી સક્રિય થઈ શકે છે. 16 જુલાઇ બાદ કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast: રાજ્યમાં હાલ કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને બફારાની સ્થિતિ સર્જાઇ છે. હાલ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદે વિરામ લેતા ફરી ગરમી અને ઉકળાટની સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાને જોતા કેટલાક વિસ્તારમાં ઓરેંજ તો કેટલા જિલ્લામામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ખાસ કરીને ત્રણ જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. જેને લઇને ઓરેંજ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની શક્યતાને જોતા માછીમારોને સાત દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
ત્રણ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ
- સાબરકાંઠા
- અરવલ્લી
- મહીસાગર
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરી છે.આજે સૌરાષ્ટ્રના અમરેલી,પોરબંદર સહિતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઇને યલો એલર્ટ જાહેર કરે છે.
આજે કયા જિલ્લામાં યલો એલર્ટ ?
- અમરેલી
- ભાવનગર
- બનાસકાંઠા
- મહેસાણા
- પંચમહાલ
- દાહોદ
- નવસારી
- વલસાડ
- દમણ
- દાદરાનગર હવેલી
હવામાન વિભાગની આગાહી દરમિયાન છેલ્લા 24 કલાકમાં બે કલાકમાં રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સતલાસણામાં 4 ઈંચ, દાંતામાં 3.50 ઈંચ, બરવાળામાં 2.75 ઈંચ, ખંભાતમાં 2.75 ઈંચ,કપરાડામાં 2.50 ઈંચ, આણંદમાં 2 ઈંચ, નડિયાદમાં 2 ઈંચ, ઈડરમાં 1.75 ઈંચ, શિનોરમાં 1.50 ઈંચ વરસાદ વરસ્યો છે.
અન્ય રાજ્યોની વાત કરીએ તો દિલ્હી NCR સહિત ઉત્તર ભારતમાં વરસાદ ચાલુ છે. સોમવાર સવારથી દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર, આજે (14 જુલાઈ) પણ દિલ્હી-NCRમાં ભારે વરસાદની આગાહી છે. દિલ્હીનું મહત્તમ તાપમાન ૩૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી છે. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો, રાજ્યના 15 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, બરેલી, પીલીભીત, ખેરી, શાહજહાંપુર, બસ્તી, સીતાપુર, ગોંડા, ગોરખપુર, આંબેડકર નગર, જૌનપુર, ગાઝીપુર, ચંદૌલી, મઉમાં વરસાદની સંભાવના છે. બિહારમાં આગામી 72 કલાકમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાવાની સંભાવના છે. 16 જુલાઈ પછી રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે.
હિમાચલમાં ભારે વરસાદનું એલર્ટ
પર્વતીય રાજ્યો, ખાસ કરીને હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે જાનમાલનું મોટું નુકસાન થયું છે. દરમિયાન, હવામાન કેન્દ્ર શિમલાએ ચેતવણી આપી છે કે હિમાચલ પ્રદેશમાં 14 થી 17 જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. જેને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન, બાગેશ્વર અને નૈનિતાલમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.





















