શોધખોળ કરો

સાઈના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ થયા અલગ, સાત વર્ષ અગાઉ થયા હતા લગ્ન

સાઇના નેહવાલે રવિવારે મોડી રાત્રે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું હતું

સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે રવિવારે તેના લાંબા સમયના સાથી પારૂપલ્લી કશ્યપથી અલગ થવાની જાહેરાત કરી હતી. સાઇનાએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નિવેદન જાહેર કરીને આ અંગે માહિતી આપી હતી. સાઇના અને પારૂપલ્લીના લગ્ન 7 વર્ષ પહેલા થયા હતા. બંને હૈદરાબાદની પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડેમીમાં ટ્રેનિંગ મેળવતા હતા. લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ બંનેએ 2018માં લગ્ન કર્યા હતા.

View this post on Instagram
 
A post shared by Kashyap Parupalli (@parupallikashyap)

સાઇના નેહવાલે 2012માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને 2015માં વર્લ્ડ બેડમિન્ટન રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચીને ઇતિહાસ રચ્યો હતો. તે વિશ્વની નંબર વન શટલર બનનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી હતી. સાઇના રમતગમતમાં ભારત માટે વર્લ્ડ આઇકોન રહી છે. પારૂપલ્લી કશ્યપે 2014માં ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યો હતો. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સતત સારા પ્રદર્શનથી પોતાની ઓળખ બનાવી હતી.

સાઈના નેહવાલ અને પારૂપલ્લી કશ્યપ થયા અલગ, સાત વર્ષ અગાઉ થયા હતા લગ્ન

સાઇના નેહવાલે રવિવારે મોડી રાત્રે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું હતું. તેણીએ લખ્યું હતું કે, 'જીવન ક્યારેક આપણને અલગ દિશામાં લઈ જાય છે. ઘણો વિચાર કર્યા પછી કશ્યપ પારુપલ્લી અને મેં અલગ થવાનો નિર્ણય લીધો છે. અમે અમારા માટે અને એકબીજા માટે શાંતિ, વિકાસ અને રાહત પસંદ કરી રહ્યા છીએ. હું યાદો માટે આભારી છું અને આગળ વધતાં ફક્ત શ્રેષ્ઠની ઇચ્છા રાખું છું. આ સમય દરમિયાન અમારી ગોપનીયતાને સમજવા અને આદર આપવા બદલ આભાર.' કશ્યપે હજુ સુધી કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

પ્રકાશ પાદુકોણ અને પુલેલા ગોપીચંદ પછી કોઈ પણ ભારતીય ખેલાડી બેડમિન્ટનની રમતમાં વૈશ્વિક સ્તરે છાપ છોડી શક્યો નહીં. તે સાઈના નેહવાલ હતી જેણે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ભારતમાં આ રમતને નવું જીવન આપ્યું. ચાર વર્ષ પછી તે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઓલિમ્પિક પોડિયમ સુધી પહોંચનારી પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની હતી. આ પછી અન્ય બેડમિન્ટન ખેલાડીઓ આ રમતમાં વિશ્વ સ્તરે દેશને ગૌરવ અપાવી રહ્યા છે.

કશ્યપે ભારતીય બેડમિન્ટનની ખોવાયેલી ઓળખ પાછી લાવી

પારુપલ્લી કશ્યપે 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ચર્ચામાં આવ્યો હતો. તેણે 2012 લંડન ઓલિમ્પિકમાં નીલુકા કરુણારત્નેને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો અને આમ કરનાર પ્રથમ ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડી બન્યો હતો. તેમણે 2014 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે 32 વર્ષમાં આવું કરનાર પ્રથમ પુરુષ ભારતીય બેડમિન્ટન ખેલાડી હતા. સાઈના અને પારુપલ્લી 1997માં એક કેમ્પ દરમિયાન મળ્યા હતા.

બંને વચ્ચે નિકટતા હૈદરાબાદ એકેડેમીમાં વધી

જ્યારે 2004માં ગોપીચંદે હૈદરાબાદમાં પોતાની બેડમિન્ટન એકેડેમીની સ્થાપના કરી હતી ત્યારે બંનેએ તેમના હેઠળ તાલીમ લેવાનું શરૂ કર્યું અને અહીંથી તેમની વચ્ચે નિકટતા વધતી ગઈ. જોકે, 2018માં લગ્ન ન થયા ત્યાં સુધી દુનિયાને તેમના સંબંધ વિશે ખબર નહોતી. પારુપલ્લી કશ્યપે ESPN ને આપેલા ઇન્ટરવ્યૂમાં સાઈના સાથેના પોતાના સંબંધ વિશે કહ્યું હતું કે, 'તે એક સ્કૂલનો પ્રેમ હતો, નિર્દોષ હતો અને તમારા મિત્રોને કહેવા વિશે હતું કે તમારી એક ગર્લફ્રેન્ડ છે.'

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget