શોધખોળ કરો

Operation Ajay: ઇઝરાયેલથી ભારતીયોની વાપસી માટે સરકારે શરૂ કર્યુ ઓપરેશન અજય

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે.

Israel Hamas War: પેલેસ્ટિનિયન ઉગ્રવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલા બાદ પાંચમા દિવસે પણ યુદ્ધ ચાલુ છે. દરમિયાન, ભારતે ઇઝરાયેલમાં રહેતા ભારતીયોને દેશમાં પરત લાવવા માટે ઓપરેશન અજય શરૂ કરવાની જાહેરાત કરી હતી.

વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઈઝરાયેલથી ભારત આવવા ઈચ્છતા લોકો માટે ઓપરેશન અજય શરૂ કરવામાં આવી રહ્યું છે. વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં રહેતા અમારા નાગરિકોની સલામતી અને સુખાકારી માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

એસ જયશંકરની પોસ્ટ પર, ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે જે ભારતીય નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેઓને આવતીકાલ (ગુરુવાર, 12 ઓક્ટોબર)ની વિશેષ ફ્લાઇટ માટે મેઇલ કરવામાં આવ્યા છે. અનુગામી ફ્લાઇટ્સ માટે અન્ય નોંધાયેલા લોકોને સંદેશ મોકલવામાં આવશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ મુંબઈમાં ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીને ટાંકીને કહ્યું કે ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો છે.

ઈમરજન્સી નંબર જારી કર્યો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય લોકોની મદદ માટે ઈમરજન્સી નંબર જારી કરવામાં આવ્યો છે. આ ઇમરજન્સી નંબરો છે 1800118797, +91-11 23012113, +91-11-23014104, +91-11-23017905 અને +919968291988. આ સિવાય ઈમેલ છે: Situnationroom@mea.gov.in. તેલ અવીવ, ઇઝરાયેલમાં સ્થિત ભારતીય દૂતાવાસના ઇમરજન્સી નંબરો છે +972-35226748 અને +972- 543278392.

યુદ્ધ ક્યારે શરૂ થયું?

શનિવારે (7 ઓક્ટોબર) સવારે હમાસે ઈઝરાયેલ પર રોકેટ હુમલો કર્યો. આ સમયગાળા દરમિયાન હમાસે પણ ઘૂસણખોરી કરીને સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા. આ પછી ઇઝરાયલે હમાસ સામે જવાબી કાર્યવાહી શરૂ કરી. ઈઝરાયેલ તરફથી ગાઝા પર સતત હુમલા થઈ રહ્યા છે. સાથે જ હમાસ પણ ઈઝરાયલ તરફ રોકેટ છોડી રહ્યું છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, બંને બાજુથી 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. ગાઝાના ઉર્જા મંત્રાલયે જણાવ્યું હતું કે પાવર પ્લાન્ટમાં બળતણ સમાપ્ત થઈ ગયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget