શોધખોળ કરો
Advertisement
ISROની વધુ એક સફળતા, રડાર ઈમેજિંગ સેટેલાઈટનું કર્યું સફળ પરિક્ષણ, 9 વિદેશી ઉપગ્રહ પણ મોકલાયા
ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ (ISRO)ને EOS01(અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ)નું સફળ પરિક્ષણ કર્યું છે. ઈસરોની આ સફળતા માટે વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ (ISRO)ને વર્ષના પ્રથમ સેટેલાઈટ EOS01(અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ)નું સફળ પરિક્ષણ કર્યું છે. આ સેટેલાઈટ શ્રીહરિકોટાના સતિશ ધવન સ્પેસ સેન્ટરથી શનિવારે PSLV-C49 રોકેટ થી લોન્ચ કરવામાં આવી હતી. સાથે 9 વિદેશી સેટેલાઈટને પણ મોકલવામાં આવ્યા છે. આ ઉપગ્રહોને લઈને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (PSLV) બપોરે 3 કલાક અને 12 મિનિટ પર સતીષ ધવન સ્પેસ સેન્ટરથી રવાના થયા.
એડવાન્સ અર્થ ઓબ્ઝરવેશન ઉપગ્રહ (EOS01)રડાર ઇમેજિંગ સેટેલાઈટ છે. સેટેલાઈટના રડાર પણ વાદળોની પાર પણ જોઈ શકશે. તે દિવસ- રાત અને તમામ ઋતુઓમાં હાઈ રિઝોલ્યૂશન તસવીરો લેવામાં સક્ષમ છે. તેના દ્વારા આકાશથી દેશની સરહદો પર નજર રાખવામાં મદદ કરશે.
WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx
— ANI (@ANI) November 7, 2020 ઈસરોની આ સફળતા માટે વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.I congratulate @ISRO and India's space industry for the successful launch of PSLV-C49/EOS-01 Mission today. In the time of COVID-19, our scientists overcame many constraints to meet the deadline.
— Narendra Modi (@narendramodi) November 7, 2020
આ સફળતા પર ઈસરોના અધ્યક્ષ કે સિવને કહ્યું કે, “આ મહામારી દરમિયાન ઈસરોની ટીમે ગુણવત્તાથી સમજૂતી કર્યા વગર કોવિડ દિશાનિર્દેશો અનુસાર કામ કર્યું. ઈસરોના તમામ કર્મચારીઓને આ સમયે ગુણવત્તાપૂર્ણ કામ કરતા જોવું વાસ્તવમાં ખુશીની વાત છે.”આ લોન્ચિંગ સાથે ISROનો વિદેશી સેટેલાઇટ મોકલવાનો આંકડો 328 પર પહોંચી ગયો છે. ઇસરોનું આ 51મું મિશન હતું. ભારતે સૌપ્રથમ વર્ષ 1999માં વિદેશી સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલવાનું શરુ કર્યું હતું. જેના બાદ અત્યાર સુધી ભારતે બે દાયકામાં 328 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરી દીધાં હતી. જેમાં એક ચીની ઉપગ્રહ પણ સામેલ છે. જ્યારે ભારત સરકાર અનુસાર, ઈસરોએ 26 દેશોના ઉપગ્રહો લોન્ચ કરીને છેલ્લા પાંચ વર્ષમાં 1245.17 કરોડ રૂપિયાની કમાણી કરી. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 2017-18માં લોન્ચ ઈનકમ 232.56 કરોડ રૂપિયાથી 324.19 કરોડ રૂપિયા હતી.#EOS01 successfully separated from fourth stage of #PSLVC49 and injected into orbit#ISRO pic.twitter.com/2u5jBPGNQD
— ISRO (@isro) November 7, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement