શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં સસ્પેંસ યથાવત, સંજય રાઉતે કહ્યું- સરકાર બનાવવામાં........
મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે ? તેનું સસ્પેન્સ છે પરંતુ આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. રાઉતે કહ્યું, સરકાર બનાવવામાં સમય લાગે છે. સામાન્ય પ્રક્રિયા દરમિયાન આવું નથી થતું પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં તમારે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
મુંબઈઃ શિવસેના-એનસીપી-કોંગ્રેસના નેતાઓની મુલાકાત અને ચર્ચાઓ બાદ પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અંગે કોઈ ફેંસલો થયો નથી. એનસીપી પ્રમુખ શરદ પવારે સોમવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી પરંતુ સરકાર બનાવવાને લઈ કોઈ વાત કરી નહોતી. આ સ્થિતિમાં મહારાષ્ટ્રમાં કોની સરકાર બનશે ? તેનું સસ્પેન્સ છે પરંતુ આ દરમિયાન શિવસેના નેતા સંજય રાઉતે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
સંજય રાઉતે કહ્યું, સરકાર બનાવવામાં સમય લાગે છે. સામાન્ય પ્રક્રિયા દરમિયાન આવું નથી થતું પરંતુ રાષ્ટ્રપતિ શાસનમાં તમારે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.
કોંગ્રેસ અને એનસીપી પહેલા જ શિવસેના સાથે કોમન મિનિમમ પ્રોગ્રામ પર કામ કરી ચુક્યા છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે ગઠબંધન માટે હા પાડતા પહેલા પાર્ટી શિવસેનાને તેની કટ્ટર હિંદુત્વ વિચારધારા છોડવા સહિત અનેક મુદ્દા પર ધર્મનિરપેક્ષ વલણ અપનાવે તેવી ઈચ્છા છે.Sanjay Raut, Shiv Sena when asked 'you've given a timeline of Dec 1st week' (for the formation of govt in Maharashtra): It takes time to form a govt. It's not like it doesn't happen during normal course. You need to go through a lot of processes when it comes to President's Rule. pic.twitter.com/Fcs8rsIwpW
— ANI (@ANI) November 19, 2019
આ દરમિયાન સોમવારે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, મેં સમજૂતી માટે સંજય રાઉત સાથે વાત કરી છે. જેમાં ત્રણ વર્ષ બીજેપી અને બે વર્ષ શિવસેનાને સીએમ પદને લઇ ઉપાય આપ્યો છે. જેના પર તેમણે કહ્યું કે, જો બીજેપી માની જશે તો શિવસેના આ અંગે વિચારી શકે છે. આ સંદર્ભમાં હું બીજેપી સાથે પણ વાત કરીશ. Activa ને ફળી દિવાળી, સ્પ્લેન્ડરને પછાડી ફરી બની નંબર 1 ટૂ વ્હીલર મહારાષ્ટ્રમાં ગત મંગળવારથી રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ પરિણામો બાદ ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો હતો પરંતુ સરકાર બનાવવા રાજ્યપાલને મનાવવામાં નિષ્ફળ રહી હતી. રાજ્યની સૌથી મોટી પાર્ટી ભાજપે પહેલા જ સરકાર બનાવવાને લઈ તેમના હાથ પાછા ખેંચી લીધા હતા. મુસ્લિમ દેશોની ચેનલ પર મોદી સરકાર થઈ કડક, કેબલ ઓપરેટરોને આપ્યા આ નિર્દેશ, જાણો વિગતેSources: Congress-NCP leaders to meet in Delhi in a day or two to give final shape to the Common Minimum Program of both the parties. Final draft will be vetted by top leadership of both parties before taking it for further discussion with Shiv Sena. pic.twitter.com/l3NQqbeUhZ
— ANI (@ANI) November 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion