Jammu Kashmir: પુલવામામાં આતંકી હુમલો, બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારી હત્યા, સર્ચ ઓપરેશન શરૂ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી.
Jammu Kashmir Targeted Killing: જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. પુલવામામાં આતંકવાદીઓએ બેંકના સુરક્ષા ગાર્ડની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. સિક્યોરિટી ગાર્ડનું નામ સંજય શર્મા જણાવવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓને પકડવા માટે સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન આ વિસ્તારમાં ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ પણ વિસ્તારને ઘેરી લીધો છે.
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર ટાર્ગેટ કિલિંગની ઘટના
મળતી માહિતી મુજબ,આતંકવાદીઓએ સંજય શર્મા પર હુમલો કર્યો જ્યારે તેઓ માર્કેટ જઈ રહ્યા હતા. કેસ સાથે સંબંધિત અધિકારીએ જણાવ્યું કે બંદૂકધારીઓના હુમલા બાદ સંજય શર્મા ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
आतंकवादियों ने पुलवामा के अल्पसंख्यक संजय शर्मा नाम के एक नागरिक पर बाजार जाते समय गोलीबारी की। उन्हें अस्पताल ले जाया गया, लेकिन चोटों के कारण उनकी मृत्यु हो गई। इलाके की घेराबंदी कर दी गई है। अधिक जानकारी की प्रतीक्षा है: कश्मीर पुलिस pic.twitter.com/xJYqTPOySY
— ANI_HindiNews (@AHindinews) February 26, 2023
કાશ્મીર પંડિતને બનાવ્યા નિશાન
તે જ સમયે જિલ્લા હોસ્પિટલ (પુલવામા) ના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. તુલાએ પુષ્ટિ કરી કે વ્યક્તિને હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ અચનના કાશીનાથ પંડિતના પુત્ર સંજય પંડિત તરીકે થઈ છે. આ દરમિયાન હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
અનંતનાગ જેવી ઘટના
તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા 24 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પણ આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરાના હસનપોઆ વિસ્તારના રહેવાસી આસિફ અલી ગની પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગનીના પિતાની ગયા વર્ષે જાન્યુઆરીમાં આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે ગનીના પિતા જમ્મુ-કાશ્મીર પોલીસમાં ચીફ કોન્સ્ટેબલ તરીકે તૈનાત હતા.