શોધખોળ કરો
Advertisement
2019માં જમ્મુ-કાશ્મીરમાં કેટલા આતંકી થયા ઠાર ? કેટલાએ કર્યુ સરન્ડર, જાણો વિગત
જમ્મુ-કાશ્મીરમાં 2018ની તુલનામાં 2019માં આતંકવાદી ઘટનામાં 30 ટકા ઘટાડો થયો.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં 2019માં 160 આતંકીઓ ઠાર કરાયા અને 102ની ધરપકડ કરવામાં આવી હોવાનું આજે રાજ્યના DIGએ જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં 250 આતંકવાદી હજુ સક્રિય છે અને આતંકવાદ સાથે સંકળાયેલા યુવાઓમાં ઘટાડો થયો છે તેમ કહ્યું હતુ. 2018ની તુલનામાં 2019માં આતંકવાદી ઘટનામાં 30 ટકા ઘટાડો થયો હોવાનું તેમણે કહ્યું હતું.
આતંકી સંગઠનમાં સામેલ થતાં યુવાનોની સંખ્યા ઘટી
દિલબાગ સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, 2018માં 218 સ્થાનિક યુવકો આતંકવાદી સંગઠનોમાં સામેલ થયા હતા. જ્યારે 2019માં 139 યુવક આ સંગઠનોનો હિસ્સો બન્યા છે. આતંકવાદ સાથે સંકળાયા બાદ આ પૈકી મોટાભાગના યુવકોની જિંદગી 24 કલાકથી લઈ માત્ર બે મહિનાની જ રહી હતી. જે થોડા બચ્યા છે તેમાં જહાંગીર સરુરી અને રિયાઝ નાયિકૂ સામેલ છે.
આતંકવાદ વિરોધી અભિયાન રહ્યું સફળ
તેમણે કહ્યું, 2019માં કાનૂન વ્યવસ્થા સાથે સંકળાયેલી 481 ઘટના બની, જ્યારે 2018માં 625 આવી ઘટના નોંધાઈ હતી. ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે સક્રિય આતંકવાદીઓની સંખ્યા ઘટી છે. ચાલુ વર્ષે 80 ટકા આતંકવાદ વિરોધી અભિયાન સફળ રહ્યું અને વિદેશીઓ સહિત 160 આતંકી ઠાર થયા. આ દરમાયન જ્મ્મુ-કાશ્મીર પોલીસના 11 જવાન અને અન્ય સુરક્ષાદળોના 72 જવાન શહીદ થયા.
કેટલા આતંકીએ કર્યુ સરન્ડર
દિલબાગ સિંહે કહ્યું કે ચાલુ વર્ષે 102 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે 10 આતંકીએ સરન્ડર કર્યુ હતું. ચાલુ વર્ષે સીમાપારથી મોટી સંખ્યામાં ઘૂસણખોરીની કોશિશ અને સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટના બની. પરંતુ સુરક્ષાદળએ આ કોશિશોને નિષ્ફળ કરી. 2019માં 130 ઘૂસણખોરોએ ઘૂસણખોરી કરી હતી, જ્યારે ગત વર્ષે આ સંખ્યા 143 હતી.
દિશીત જરીવાલા હત્યા કેસ: કોર્ટે પત્ની અને પ્રેમીને કેમ જાહેર કર્યા નિર્દોષ ? જાણો વિગત
દિલ્હી સરકારે પ્રગતિ મેદાન મેટ્રો સ્ટેશનનું નામ બદલીને શું રાખ્યું ? જાણીને થશે આશ્ચર્ય
જેનું ગીત બરાક ઓબામાના ફેવરિટ લિસ્ટમાં સામેલ થયું તે ભારતીય સિંગર કોણ છે ? જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion