(Source: ECI/ABP News/ABP Majha)
જમ્મુ કાશ્મીરના બડગામમાં એક અજ્ઞાત આતંકવાદી ઠાર, સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ
બાતમીના આધારે સુરક્ષા દળો દ્વારા મોચવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું,
જમ્મુ અને કાશ્મીરના બડગામના મોચવા વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં એક અજાણ્યો આતંકવાદી ઠાર થયો છે. ત્યાંથી એકે 47 રાઇફલ અને એક પિસ્તોલ મળી આવી છે. ઘાટીમાં આતંકીઓ સામે સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે.
બાતમીના આધારે સુરક્ષા દળો દ્વારા મોચવા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું હતું, ત્યારે આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ અચાનક ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ પછી, સુરક્ષા દળોએ પણ જવાબમાં ફાયરિંગ કર્યું. હવે બંને તરફથી ફાયરિંગ થઈ રહ્યું છે.
રાજૌરી જિલ્લામાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા
આ પહેલા શુક્રવારે જમ્મુ -કાશ્મીરના રાજૌરી જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકીઓ માર્યા ગયા હતા. જમ્મુ ક્ષેત્ર (ADGP) ના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહે કહ્યું હતું કે, "આ 3-4 આતંકવાદીઓનું જૂથ છે, જેમાંથી બે વિદેશી આતંકવાદીઓ છે. અમને લાગે છે કે તેઓ કાશ્મીરથી આ બાજુ આવ્યા છે." સિંહે કહ્યું કે સુરક્ષા દળો છેલ્લા એક મહિનાથી જિલ્લાના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓના જૂથને શોધી રહ્યા હતા. અમને આ સંદર્ભમાં થાનમંડીથી માહિતી મળી અને આતંકવાદીઓ જંગલ વિસ્તારમાં પહોંચતા જ એન્કાઉન્ટર શરૂ થયું.
અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું. સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી કરી. રાજૌરી પોલીસ અધિક્ષક શીમા નબી કસબા અભિયાન પર નજર રાખી રહ્યા છે.