શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: બડગામમાં લશ્કરના આતંકી મૉડ્યૂલનો પર્દાફાશ, પોલીસે ચાર આતંકવાદીઓની કરી ધરપકડ
પોલીસે રવિવારે સવારે લશ્કર-એ-તૈયબાના સાથે જોડાયેલા આતંકવાદીઓના એક મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે અને ચાર આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકી ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરી રહ્યાં હતા.
શ્રીનગર: બગડામ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રવિવારે સવારે લશ્કર-એ-તૈયબાના સાથે જોડાયેલા આતંકવાદીઓના એક મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે અને ચાર આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકી ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ તરીકે કામ કરી રહ્યાં હતા, અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષાદળોની સંયુક્ત ટીમો દ્વારા આ મોડ્યૂલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સૂત્રો અનુસાર બડગામ પોલીસે 53 આરઆર સાથે ચાર આતંકીઓની ધરપકડ કરી છે. જેની ઓળખ વસીમ ગની, ફારુક અહમદ, મોહમ્મદ યાસીન અને અઝહરુદ્દીન તરીકે થઈ છે. તેમની પાસેથી હથિયાર અને દારુગોળો મળી આવ્યો છે. પોલીસ રેકોર્ડ અનુસાર આ ચારો આતંકી તે વિસ્તારમાં સક્રિય લશ્કરના આતંકવાદીઓને સામગ્રી પૂરી પાડતા હતા અને આશરો પણ આપતા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, 16 મેના રોજ બડગામમાં લશ્કરના આતંકી મૉડ્યૂલનો પર્દાફાસ કર્યો હતો અને તે સમયે 5 મિલિટન્ટની ધરપકડ કરી હતી. જ્યારે 20 મેના રોજ માગામમાં એક મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો અને ત્યારે ચાર આતંકીઓની ધરપકડ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement