શોધખોળ કરો
India Weather: આ શહેરોમાં માઇનસમાં પહોંચી ગ્યો પારો ? જાણો સૌથી ઠંડુ કયુ શહેર બન્યુ
હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે

(તસવીર- એબીપી લાઇવ)
1/10

Weather Forecast: દેશના મોટાભાગના વિસ્તારોમાં આ સમયે તીવ્ર ઠંડી પડી રહી છે. પહાડીઓમાં હિમવર્ષાના કારણે દિલ્હી NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
2/10

ક્રિસમસ અને પછી નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહાડો પર જઈ રહ્યા છે. હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જતા લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે.
3/10

ઉત્તર ભારતની સાથે દેશનો મોટા ભાગનો હિસ્સો હાલમાં તીવ્ર ઠંડીની ઝપેટમાં છે. ઘણી જગ્યાએ તો પારો માઈનસ સુધી પણ પહોંચી ગયો છે. હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
4/10

હિમાચલ પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન હિમવર્ષાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પછી રાજ્યમાં આગામી બે દિવસ સુધી હવામાન યથાવત્ રહેશે, ત્યારબાદ 27 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી સક્રિય થશે અને હિમવર્ષા થઈ શકે છે. હિમાચલમાં 26મી ડિસેમ્બરે કોલ્ડવેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
5/10

ઉત્તરાખંડમાં પણ હિમવર્ષાના કારણે ઘણી જગ્યાએ તાપમાનનો પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. હિમવર્ષાના કારણે બદ્રીનાથમાં લઘુત્તમ તાપમાન માઈનસ 8 અને મહત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. કેદારનાથમાં માઈનસ 11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં લઘુત્તમ તાપમાન માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
6/10

જમ્મુ-કાશ્મીરમાં શીત લહેર યથાવત છે. કેટલાક સ્થળોએ પાણી પુરવઠાની પાઈપલાઈન સ્થિર થઈ ગઈ હતી અને ઘણા તળાવોની સપાટી પર બરફનું પાતળું પડ રચાઈ ગયું હતું. પહેલગામમાં લઘુત્તમ તાપમાન માઈનસ પાંચ ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. સોમવારે શોપિયાનું લઘુત્તમ તાપમાન -8.8 °C, અનંતનાગ અને પુલવામામાં -8.3 °C, કુલગામમાં -6.7 °C નોંધાયું હતું.
7/10

27 ડિસેમ્બર 2024ના રોજ પંજાબ, હરિયાણા, ચંદીગઢ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કરા સાથે વાવાઝોડાની સંભાવના છે.
8/10

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, પંજાબ, હરિયાણા અને મેઘાલયમાં 26 ડિસેમ્બર સુધી સવારે અને રાત્રે ગાઢ ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે છે. 28મી ડિસેમ્બરે રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે.
9/10

પહાડોમાં તૂટક તૂટક હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. હવામાન વિભાગે આ અઠવાડિયે દિલ્હી અને NCR વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારોની આગાહી કરી છે.
10/10

IMD એ ક્રિસમસ દરમિયાન એટલે કે 25મી ડિસેમ્બરથી 28મી ડિસેમ્બર દરમિયાન દિલ્હીમાં મોટા ભાગના સ્થળોએ ધુમ્મસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં 27 અને 28 ડિસેમ્બરે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Published at : 24 Dec 2024 02:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
સુરત
ગુજરાત
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
